ગ્રીન ઝોનમાં વેસ્ટમાંથી બેસ્ટ કઇ રીતે બનાવી શકાય તે જોવા મળે છે અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવની અંદર પર્યાવરણને ઓછું નુકસાન થાય અને કુદરતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક ગ્રીન ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંદર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે. જેમાં પાણીની બોટલ અને વેસ્ટેજ કચરામાંથી બેન્ચ, બાંકડા અને ડસ્ટબીન બનાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ આ નગરમાં થતો જોવા મળી રહ્યો છે.
લોકોને જીવનમાં અવનવી પ્રેરણા મળેઅમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. છેલ્લા એક મહિનાથી ચાલતા આ મહોત્સવમાં લાખોની સંખ્યાઓમાં લોકોએ મુલાકાત લીધી છે. આ પ્રમુખસ્વામી મહારાજનગરની અંદર લોકોને જીવનમાં અવનવી પ્રેરણા મળે તે માટે અલગ રીતે માહિતી આપવામાં આવી હતી. હાલ સૌથી મોટી જો સમસ્યા હોય તો તે પર્યાવરણની છે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે એક ગ્રીન ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લોકોને વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો સફાઈ માટે શતાબ્દી મહોત્સવમાં અનોખું મેનેજમેન્ટ, કચરાપેટી માટે કંટ્રોલ રૂમ
વેસ્ટમાંથી બેસ્ટ હીરેન ભાઇ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે. પ્રમુખસ્વામી હંમેશા કહેતા હતા કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેથી સ્વચ્છતાનો ભાગ અહીંયા બધી જગ્યાએ રાખવામાં આવ્યો છે. સ્વચ્છતામાં પણ કુદરતી વ્યવસ્થા અને સંતુલન જળવાઈ રહે તે માટે અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. પ્લાસ્ટિકની બોટલ જે વેસ્ટ તરીકે આવતી હોય છે. તે પ્લાસ્ટિક બોટલમાંથી ડસ્ટબીન બનાવવામાં આવ્યું છે. જે આવું ડસ્ટબીન આજ નગરની અંદર અનેક જગ્યાએ મૂકવામાં આવ્યાં છે.
24 કલાકમાં ખાતર તૈયાર તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકની બોટલ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ તેને રીયુઝ કરીને બાંકડા અને બેન્ચીસ બનાવવામાં આવી રહી છે. જે પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે. તે નુકસાનને અટકાવવા માટે એક સુંદર પ્રયોગ આ નગરમાં કરવામાં આવી રહ્યો છે. રસોડામાંથી ઓર્ગેનિક કચરો અને બચેલા ખોરાકને કમ્પોસ્ટ મશીનમાં એકત્ર કરવામાં આવે છે. જેમાંથી જૈવિક ખાતર બનાવવામાં આવે છે.જેનો અલગ અલગ છોડમાં નાંખી ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જૈવિક પ્રક્રિયાને સમૃદ્ધ બનાવવા માટે લાકડાની સોલ, સૂકા પાંદડા અને ઉત્સેચકો ઉમેરવામાં આવે છે. તે સંપૂર્ણપણે પ્રક્રિયા કરી 24 કલાક પછી ખાતર તૈયાર થાય છે.
આ પણ વાંચો પાયલોટની ટ્રેનિંગ પૂર્ણ કરી મીહાલી આવી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા
ડિમોલેશનના વિશેષ કચરામાંથી બાંકડા બનાવાય છે બાંધકામ કચરો, ભંગાર અથવા બાંધકામ ડિમોલિશન દરમિયાન ઉત્પન્ન થતો કોઈપણ પ્રકારનો કચરો અને ઉત્પન્ન થતા 70 ટકા કચરાને ફરીથી રિસાયકલ કરી તેને મૂળભૂત બાંધકામ સામગ્રીને ફરીથી વાપરી શકાય તેવા સ્વરૂપમાં રિસાયકલ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. જે વર્જિન સામગ્રીના ઉપયોગની તુલનામાં 50 ટકા સુધી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરશે. આ રીતે કચરો નવા ઉત્પાદનોના ઉત્પાદન માટે સપ્લાયમાં ફેરવાય છે. જેમાં કન્સ્ટ્રક્શન દરમિયાન કે ડિમોલેશન દરમિયાન જે વેસ્ટેજ વસ્તુ હોય છે. મિક્સ કર્યા બાદ ભુક્કો કરીને 40 mm, 20 mm, 10 mm એગ્રિકેટ કરીને રેતી અને માટીનો એકંદર આ પુનઃપ્રાપ્ત સામગ્રીનો ઉપયોગ રિસાયકલ કોંક્રિટ બનાવવામાં આવે છે. જેમાંથી ગાર્ડન પ્લાન્ટર, પેવર બ્લોક, બેન્ચીસ બનાવવામાં આવે છે. સમગ્ર નગરની અંદર પણ જે ગાર્ડન પ્લાન્ટર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે બેન્ચીસ કે બાંકડા પણ બનાવવામાં આવ્યા છે તે પણ આમાંથી જ બનાવવામાં આવ્યાં છે.