ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્સર, કિડની હોસ્પિટલ તથા યુનિવર્સિટી ટ્રાન્સપ્લાન્ટના ડૉકટરો તેમજ કર્મચારીઓને 7માં પગારપંચનો લાભ મળશે - 7th Pay Commission

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા મેડિકલ સ્ટાફ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવે ગુજરાતની પ્રતિષ્ઠિત સુપર સ્પેશિયાલિસ્ટ એવી કેન્સર હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને કીડની યુનિવર્સિટીના ડૉક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફ સહિત તમામ અધિકારી કર્મચારીઓને 7 માં પગારપંચનો લાભ આપવામાં આવશે.

Nitin patel, Etv Bharat
Nitin patel

By

Published : Aug 1, 2020, 9:28 AM IST

અમદાવાદઃ ગુજરાતની પ્રતિષ્ઠિત સુપર સ્પેશિયાલિસ્ટ એવી કેન્સર હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને કીડની યુનિવર્સિટીના ડૉક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફ સહિત તમામ અધિકારી કર્મચારીઓને 7 માં પગારપંચનો લાભ આપવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે.


નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારની ગ્રાન્ટ-સહાયથી ચાલતી અમદાવાદ મેડિસીટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલ અને કીડની હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી સારવાર ખૂબ સારી રીતે આપવામાં આવે છે. આ બંને હોસ્પિટલોમાં ગુજરાત રાજ્યની સાથે-સાથે પડોશી રાજ્યો એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર મેળવે છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ સાયન્સીઝ પણ ચલાવવામાં આવે છે. જ્યાં કીડનીની સારવાર માટેના નિષ્ણાંત ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફને તબીબી શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. આ ત્રણેય સંસ્થાઓમાં ડૉક્ટરો સહિત 1203 જેટલા મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ ફરજ બજાવે છે. આ સંસ્થાઓના નિયામકો દ્વારા નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સમક્ષ આ બંને હોસ્પિટલોના કર્મીઓને 7 મા પગારપંચનો લાભ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને નીતિન પટેલે કેન્સર, કીડની હોસ્પિટલ અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીઝના ડૉક્ટરો તથા પેરા મેડીકલ સ્ટાફ માટે 7માં પગાર પંચની મંજૂરી આપી છે. 1 ઓગસ્ટથી તેમને 7માં પગારપંચ પ્રમાણે પગાર આપવામાં આવશે.

નાણા પ્રધાન પટેલે વધુમાં કહ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફને શક્ય બને એ બધી જ મદદ કરવામાં આવી રહી છે જેના કારણે આરોગ્ય વિભાગ સહિત ખાનગી તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં કોરોનાને લડત આપવા અને દર્દીઓની સેવા કરવામાં અગ્રેસર રહ્યા છે.આમ, રક્ષાબંધન પર્વ નિમિત્તે આ ત્રણેય સંસ્થાના કર્મચારી ભાઇ-બહેનોને રાજ્ય સરકાર તરફથી રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details