ગુજરાત

gujarat

ETV Bharat / state

બહેરામપુરાના મહિલા કોર્પોર્ટર કમળાબેન ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - ahemdabad

કોરોના વાઈરસનો ફેલાવો ગુજરાતમાં સતત વધી રહ્યો છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Behrampura
બહેરામપુરા

By

Published : Apr 28, 2020, 1:04 PM IST

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસના સૈાથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદમાંથી ચોંકાવાનારા સમાચાર આવ્યા છે કે, બહેરામપુરાનાં મહિલા કોર્પોર્ટર કમળાબેન ચાવડા પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં વધુ એક કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કમળાબહેન કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા તેમને કોરોનાનું સક્રમણ થયુ છે. જેથી તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બદરૂદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જ્યારે બીજી તરફ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા 14 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતા.

ABOUT THE AUTHOR

...view details