ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે વિજય મેળવ્યો હતો. ભુપેન્દ્ર પટેલની 2.0 નવી સરકારમાં 23 થી 25 પ્રધાનોને સ્થાન આપવામાં આવશે તેવી વાતો શપથવિધિ પહેલા વહેતુ થઈ હતી પણ સપથવિધિમાં ફક્ત 17 જેટલા પ્રધાનો સાથેનું ભુપેન્દ્ર પટેલે સરકાર બનાવી છે. હવે છેલ્લા 6 મહિનાથી ખાલી પડેલા સરકારના બોર્ડ નિગમો ભરવાની તૈયારીઓ ભાજપ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જેમાં 70 જેટલા બોર્ડ નિગમોમાં પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવશે.
કયા ધારા ધોરણે બોર્ડ નિગમો ભરવામાં આવશે: બોર્ડ નિગમમાં નિમનુકના ધારા ધોરણની વાત કરવામાં આવે તો આ વખતે ભાજપ પક્ષ દ્વારા જે જિલ્લાને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું નથી તેવા જિલ્લામાંથી જ્ઞાતિ પ્રમાણે અને બોર્ડ પ્રમાણે પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવશે. ગુજરાતમાં 33 જિલ્લામાંથી ફક્ત 12 થી 13 જિલ્લાને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે. બાકી રહેલા જિલ્લાઓના પ્રતિનિધિઓને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણ બાદ સત્યવર રીતે બોર્ડ નિગમની નિમણુંક કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે બોર્ડ નિગમ પદાધિકારીઓના લગભગ નક્કી થઈ ગયા છે ત્યારે ફક્ત ઔપચારિક જાહેરાત જ બાકી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા રાજીનામા:ભાજપ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બોર્ડ નિગમના તમામ ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોના અચાનક રાજીનામા લેવામાં આવ્યા છે. 45 થી વધુ ડિરેક્ટરોના અચાનક રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે આગેવાનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ પ્રાપ્ત કરી શક્યા ન હતા તેવા તમામ નારાજ સભ્યો આગેવાનોને સાચવવા માટે સરકાર દ્વારા ટુક સમયમાં 70 જેટલા બોર્ડ નિગમમાં નિમણુંક આપવામાં આવશે.