ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પશુમાસ લઇ આવતો 1 ઇસમ ઝડપાયો, 1 ફરાર - Gujarat

અમદાવાદ: શહેરના એરપોર્ટ નજીક ઇન્દિરા બ્રિજ પાસેથી ગાડીમાં પશુમાસ લઈને આવી રહેલી ગાડી અને ગાડીચાલકને ગૌરક્ષકોએ ઝડપીને પોલીસને સોંપ્યો છે. જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો છે. પોલીસે આ અંગે આરોપી ગાડીચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

-ahmadabad

By

Published : Jul 24, 2019, 10:48 PM IST

ઈન્દિરાબ્રિજ તરફ સેન્ટ્રો ગાડીમાં એક ઈસમ પશુમાસ લઈને મિર્ઝાપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે ગાડી રોકવામાં આવી હતી. જેમાં 2 ઈસમો હતા. જે પૈકી આસિફ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં પશુમાસ લઈને આવી રહેલ શખ્સને ગૌરક્ષકોએ પકડીને પોલીસને સોંપ્યો...

જ્યારે આસિફ શેખ દરિયપુરનો રહેવાસી છે. જે ફરાર થઈ ગયો હતો. એરપોર્ટ પોલીસે આરોપી ગાડીચાલકની ધરપકડ કરી છે. આ અંગે FSLની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. અને પશુમાસ ક્યા પશુનું તે અંગે જાણકારી મેળવવામાં આવશે તે બાદ આરોપી સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details