ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના શાહીબાગમાં વિશાળ અને મનોહર હઠીસિંહ જિનાલય... જૂઓ વિશેષ અહેવાલ - જિનાલય

અમદાવાદ શહેર ગુજરાતનું સૌથી મોટું શહેર છે. આ શહેરનો ઇતિહાસ ભવ્ય છે. પ્રતાપી લોકોએ એની ગૌરવવંતી પરંપરાને જાળવી રાખી છે. આવું જ એક વ્યક્તિત્વ એટલે શેઠ હઠીસિંહ અને તેમની પત્ની હરકુંવર શેઠાણી. જેમને અમદાવાદના શાહીબાગમાં વિશાળ અને મનોહર જિનાલય બનાવ્યું હતું. આ જિનાલય આજે પણ અમદવાદના સ્થાપત્ય ઈતિહાસને ગૌરવ પ્રદાન કરે છે.

અમદાવાદના શાહીબાગમાં વિશાળ અને મનોહર હઠીસિંહ જિનાલય...જુઓ આ ખાસ અહેવાલ
અમદાવાદના શાહીબાગમાં વિશાળ અને મનોહર હઠીસિંહ જિનાલય...જુઓ આ ખાસ અહેવાલ

By

Published : Mar 5, 2020, 5:27 PM IST

Updated : Mar 5, 2020, 5:51 PM IST

અમદાવાદઃ ઉત્તર દિશાએ આવેલ દિલ્હી દરવાજાથી થોડી દુર હઠીસિંહનું જિનાલય આવેલ છે. આ જિનાલયનું બાંધકામ 1901માં શરૂ થયું હતું અને બે વર્ષના અંતે 1903માં પૂર્ણ થયું હતું. આ જિનાલય બાંધવામાં એ સમયે લગભગ બાર લાખ રુપિયા જેટલા ખર્ચાયા હતા.

આ જિનાલયમાં 52 જેટલી નાની દેરીઓ આવેલી છે. જિનાલયમાં પ્રવેશ દ્વાર ઝીણી કોતરણીથી સમૃદ્ધ છે. કોતરણી ધરાવતા ઝરૂખા ખાસ જોવાલાયક છે. મંડપના થાંભલાઓ પણ કોતરણીથી ભરેલ છે. કેન્દ્રના મુખ્ય જિનાલયમાં પગથીયા ચડતા પહેલા પૂજા મંડપ આવે છે. જે ઘણો વિશાળ છે, તે પછી બીજો રંગ મંડપ આવે છે. આ પછી ત્રણ દરવાજા ધરાવતો મોટો ગર્ભગૃહ આવે છે. જેમાં જુદા જુદા તીર્થંકરોની પથ્થરની તથા ધાતુની જીન પ્રતિમા બિરાજમાન છે.

અમદાવાદના શાહીબાગમાં વિશાળ અને મનોહર હઠીસિંહ જિનાલય...જુઓ વિશેષ અહેવાલ

વર્તમાનમાં પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામીની 27 ઇંચની પ્રતિમા આ જિનાલયમાં પ્રસ્થાપિત છે. આ જિનાલયમાં પૂજા મંડપ ઉપર ઘુમ્મટ આવેલો છે. તેમજ ઠેરઠેર વિવિધ પ્રકારની અંગભંગીમાં દર્શાવતી પુતળીઓ આવી છે. જેને શાલભંજીકા તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય મંદિરમાં ત્રણ કલાકૃત શિખર પણ છે. આ મંદિરની સાચવણી એટલી સારી રીતે કરવામાં આવી છે કે, 160 વર્ષ ઉપર થયા હોવા છતાં હજી તે મનોહર છે. આ મંદિર નાગર શૈલીમાં બન્યું છે. તેમ ઇતિહાસવિદોનું કહેવું છે.

અમદાવાદના શ્રેષ્ઠ જિનાલયોમાં તેનો સમાવેશ થાય છે. મંદિરની અંદર પ્રવેશ કરતા જ મંદિરના દર્શન થતાની સાથે સ્થાપત્ય રચનાથી પ્રભાવિત થઇ જનારા ભક્તો અહીં દર્શનનો આનંદ માણે છે. તો ભરપૂર કોતરણી યુકત મંદિરનું પ્રવેશદ્વાર અને સ્તંભો તેમજ તેની આજુ-બાજુના મિનારા ભારતીય કલા સંસ્કૃતિ ઉપરની મુસ્લિમ અસર દર્શાવે છે.

Last Updated : Mar 5, 2020, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details