સુનાવણી દરમિયાન અરજદાર સંદીપ મુંજાસરાએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે સરકાર તરફે જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે એ ખોટા અને જુના છે.. સંદીપે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કરી બાહેંધરી આપી હતી કે વર્તમાન સમયમાં તેઓ કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે નોકરી કરતા નથી. પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમને વકીલાતની લાયકાત ધરાવતા હોવાથી સનદ આપવામાં આવે..
PIL એક્ટિવિસ્ટ સંદીપ મુંજાસરાની સનદ મુદ્દે નિર્ણય લેવા બાર કાઉન્સિલને હાઈકોર્ટનો આદેશ
અમદાવાદઃ વકીલાતની તમામ લાયકાત ધરાવતા PIL એક્ટિવિસ્ટ સંદીપ મુંજાસરાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી સનદ ન આપવા સામે હાઇકોર્ટમાં અરજી દાખલ થઈ હતી. જે અંગે જસ્ટિસ એ.વાય. કોગજે આગામી 30મી ઓગસ્ટના રોજ યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો આદેશ કર્યો છે..
રાજ્ય સરકાર તરફે સંદીપના 10 મહિના જુના ફેસબુક પોસ્ટને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, આ વ્યક્તિ અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેમને સનદ આપવી નહીં. જેના જવાબમાં અરજદારે કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ હતું. જેથી કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને તેમની બેઠકમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે અરજદાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, તેમના પછી પણ 2100 લોકોને સનદ આપવામાં આવી છે. એમની સનદ મુદ્દે અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ જવાબ મળ્યો ન હોવાથી તેમણે રીટ દાખલ કરી છે.