પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનું પાલન અમદાવાદ : અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ (Corona case in Ahmedabad) ચાલી રહ્યો છે. અમદાવાદ શહેર ના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી અને વિશ્વમાંથી લોકો આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરિયન્ટ BF7 ના લક્ષણો જોવા મળતા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. (Shatabdi Mahotsav Corona guidelines)
ગેટ બહાર લોકોને માસ્ક પહેરવા અપીલપ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ શહેરમાં કોરોના વધતા જતા કેસને લઈને તંત્ર અને સરકાર હરકતમાં આવી છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ કોરોનાને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં ગેટ પર જ શતાબ્દી મહોત્સવમાં આવતા લોકોને હાથ જોડીને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે નગરની અંદર અમુક અમુક અંતરે સેનેટાઈઝર પણ મૂકવામાં આવ્યું છે. (psm 100 Corona guidelines)
આ પણ વાંચોપ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વકીલનો સેમીનાર યોજાયો
1 રૂપિયા માસ્ક વિતરણવધતા જતા કોરોનાને લીધે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દીમાં બે મેડિકલ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કોઈ વ્યક્તિ માસ્ક લીધા વિના આવ્યા હોય તેમને માત્ર એક રૂપિયામાં માસ્ક આપવામાં આવી રહ્યા છે. જેથી વધુમાં વધુ લોકો માસ્ક પહેરે અને કુરાની કોરોના મહામારી વધુ ન ફેલાય તે માટે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. સાથે પ્રમુખસ્વામી મહારાજનગરની અંદર તમામ સ્વયંસેવકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જોવા મળી રહ્યા છે. (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav)
આ પણ વાંચોકોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ
પ્રથમ કેસ સામે આવતા ગાઈડલાઈન જાહેરસ્વયંસેવક રમેશ ચૌહાણએ જણાવ્યું હતું કે, કોરોનાનું પ્રથમ કેસ સામે આવતા જ અહીંયા જે પણ શહેરીજનો આ નગરની મુલાકાત લઈ રહ્યા છે. તેમને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ જે પણ વિદેશથી આવતા લોકો છે. તેમને કોરોના ટેસ્ટ ફરજિયાત કરી રિપોર્ટ બતાવવાનો નક્કી કરવામાં આવેલ છે. સાથે જ મહોત્સવમાં અમુક અમુક અંતરે ટોયલેટ બોક્સ રાખવામાં આવ્યા છે. જેમાં સાબુ અને હેન્ડ સેનેટાઈઝર રાખવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથે સમય સમય સ્વચ્છ રાખવા પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિઓએ મહોત્સવમાં ન આવવાની અપીલ કરવામાં આવી છે. (Corona guidelines in Ahmedabad)