ગુજરાત

gujarat

By

Published : Feb 25, 2020, 6:15 PM IST

ETV Bharat / state

જાહેરહિતને અસર થાય તો બેન્કોની હડતાળ રોકવાની સતા છે - RBI

જાન્યુઆરીમાં સળંગ બે દિવસ અને માર્ચમાં ત્રણ દિવસ બેન્ક કર્મચારીઓની હડતાલ સામે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અને અન્ય વિસ્તારોના ચેમ્બર ઓફ કોર્મસ અને ઈન્સટ્રીઝ દ્વારા દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે મંંગળવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ RBI દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જાહેરહીત જણાવાતું હોય તો બેંકોની હડતાળ રોકવાની કે રદ કરવાની સતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે હોવાની કબૂલાત કરી હતી. આ મામલે વધુ સુનાવણી 3 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

જાહેરહિતને અસર થાય તો બેન્કોની હડતાળ રોકવાની સતા છે - RBI
જાહેરહિતને અસર થાય તો બેન્કોની હડતાળ રોકવાની સતા છે - RBI

અમદાવાદ : હાઇકોર્ટમાં RBI દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે હડતાલ દરમિયાન જાહેરહિતને અસર થાય તો RBI હડતાળને રોકી અથવા રદ કરી શકે છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે જવાબ આપવાનો આદેશ કર્યો હતો જોકે આજે પણ જવાબ રજૂ કરવામાં આવ્યું નથી. અગાઉ હાઇકોર્ટે RBI અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

જાહેરહિતને અસર થાય તો બેન્કોની હડતાળ રોકવાની સતા છે - RBIજાહેરહિતને અસર થાય તો બેન્કોની હડતાળ રોકવાની સતા છે - RBI
અરજદારના વકીલ તરફે હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે જાન્યુઆરીમાં બે દિવસ બેંક કર્મચારીઓ દ્વારા રાખવામાં આવેલી હડતાલમાં આશરે હજારો કરોડ રૂપિયાના 31 લાખ ચેક અટવાયા હતા. હજુ પણ માર્ચ મહિનામાં બેંક એસોશિએશન 11, 12 અને 13 માર્ચના રોજ હડતાલ રાખવાનું આયોજન કરી રહ્યાં છે. હાઈકોર્ટે બેંક એસોસિએશન તરફે રજુ કરાયેલા સોગંદનામાં સામે અરજદારના વકીલને રિ-જોઈન્ડર એફિડેવિટ ફાઈલ કરવાની છુટ આપી હતી. આ અગાઉ હાઈકોર્ટે મહત્વની ટકોર કરતા કહ્યું કે જાહેર સેવા સાથે સંકળાયેલા લોકો હડતાલ પર જશે તો તેમનો પગાર કાપી લેવામાં આવશે અને તેમની વિરૂધ જ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.હાઈકોર્ટમા દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે મંદીના સમયે બેન્કો હડતાલ પાડશે તો વેપારી સહિત સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન તરફે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં બહાર પાડી 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના રોજ હડતાલની જાહેરાત કરી હતી, ત્યારબાદ 11મી માર્ચથી 13મી માર્ચ સુધી સળંગ હડતાલ પર ઉતરશે.


અરજદારના અંદાજ પ્રમાણે જો આવી રીતે હડતાલ રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં 21 હજાર કરોડ અને ગુજરાતમાં 12 હજાર કરોડના આર્થિક વ્યવહાર ઠપ્પ થશે. બેન્ક કર્મચારી તેમના પડતરના પ્રશ્નો મુદે હડતાલ પર ઉતરી રહ્યાં છે. બેન્ક કર્મચારીઓના પડતરના પ્રશ્નોને લઈને સરકાર સાથે વાટાઘાટા ચાલી રહ્યાં છે, ત્યારે નાના વેપારીઓ અને લોકોને હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details