અમદાવાદબેન્કમાંથી ચોરી થવી એ હવે સામાન્ય બાબત (Ahmedabad Crime News) થઈ ગઈ છે. કેટલાક કિસ્સામાં તો બેન્કના કર્મચારીઓ જ આવી ચોરીમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. આવો જ કિસ્સો ફરી સામે આવ્યો છે. શહેરની એક બેન્કમાં પટ્ટાવાળાએ જ પત્ની સાથે મળીને એક લોકરમાંથી 47.88 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી (Bank robbery by peon in Ahmedabad) કરી હતી.
પોલીસે શંકાસ્પદ યુવકની પૂછપરછ કરતા સામે આવ્યો મામલો આ દાગીના ભરેલી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં એક યુવક દેખાતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. તે દરમિયાન બેન્ક લોકરની ચોરીનો પર્દાફાશ (Bank robbery by peon in Ahmedabad) થયો હતો. એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police Station) પકડેલા દંપત્તિએ બેન્કમાં રહેલા લોકરમાંથી 47.88 લાખની કિંમતી ચિજવસ્તુઓની ચોરી કરી હોવાની વાત કબૂલી હતી.
ચોરી કરવા દંપત્તિએ બનાવ્યો હતો પ્લાનચોર દંપતિએ પ્લાન મુજબ ચોરી (Bank robbery by peon in Ahmedabad) કરી હતી. તેની જાણ બેન્કને સુદ્ધાં થઈ નહતી, પરંતુ એલિસબ્રિજ પોલીસને (Ellisbridge Police Station) પેટ્રોલિંગ સમયે એક શંકાસ્પદ યુવક ચિરાગ દાતણીયા પાસેથી સોના દાગીના અને વિદેશી ચલણી નોટો સાથે કિંમતી વસ્તુ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા આરોપી એલિસબ્રિજ પ્રીતમનગર પાસે આવેલી બેન્ક ઓફ બરોડામાં (Bank of Baroda) પટ્ટાવાળા તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેણે પોતાની જ બેન્કમાં લોકર ખોલી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેને લઈને પોલીસે તપાસ કરતા બેન્કના 2 લોકર ખોલીને લાખો રૂપિયાના કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બેન્કના મેનેજરે એલિસબ્રિજમાં (Ellisbridge Police Station) ફરિયાદ નોંધાવી હતી.