અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહતા બેન્કના સિનિયર મેનેજરના પત્નીએ ગળા ફાંસો કાઇ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. મનિષાબેને ઘરમાં હાજર દીકરીને કહ્યું હતું કે, બે કલાક સુધી પૂજા-પાઠ કરું છું જેથી રૂમનો દરવાજો કોઈ ખોલતાં નહીં. તેવું કહી પૂજાના રૂમમાં જઇ ગળાફાંસો ખાઈ લીધો હતો.
વસ્ત્રાપુર PI વાય.બી.જાડેજાએ જણાવ્યું કે, મૃતક મહિલા પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી છે. જેમાં લખ્યું હતું કે, તેઓ ધાર્મિક વૃત્તિના હતા અને તેમને મોર્ડન લાઈફ સ્ટાઈલ અનૂકુળ આવતી ન હોવાથી પોતાનું જીવન હવે પૂરું થઈ ગયું છે અને પોતાના મોત માટે કોઇ જવાબદાર નથી તેવું જણાવી ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.