ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં બર્ડ ફ્લુનો કેસ નોંધાતા માંસ-મટન તેમજ પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ - Bird Flu News

અમદાવાદના સોલા વિસ્તારમાં એક પોલ્ટ્રી ફાર્મમાં મરઘાનો બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે અમદાવાદ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડીને શહેરમાં માંસ, મટન, પક્ષીઓ તેમજ ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.

અમદાવાદમાં બર્ડ ફ્લુનો કેસ નોંધાતા માંસ-મટન તેમજ પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ
અમદાવાદમાં બર્ડ ફ્લુનો કેસ નોંધાતા માંસ-મટન તેમજ પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ

By

Published : Mar 5, 2021, 10:46 AM IST

  • રાજ્યમાં ફરી એક વખત બર્ડ ફ્લુનો પગપેસારો
  • અમદાવાદમાં એક કેસ નોંધાતા તંત્ર સતર્ક
  • તાજેતરમાં એક પણ કેસ ન નોંધાતા હાશકારો અનુભવ્યો હતો

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં આવેલા એક પોલ્ટ્રી ફાર્મમાં મરઘાનો બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, માંસ-મટન તેમજ પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉપરાંત ઇંડા અને ખાદ્ય પદાર્થોનો પણ નાશ કરી દેવાનો હુકમ અપાયો છે.

જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું

આ પણ વાંચો:ભારતમાં ફાટી નીકળેલા એવિયન ઇન્ફ્લુએન્ઝા રોગચાળાનો ભૂતકાળ

તાજેતરમાં જ રાજ્યભરમાં હજારો પક્ષીઓનાં મોત નિપજ્યા હતા

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાવનગરના મહુવા પંથકમાં પણ બર્ડ ફ્લૂની દહેશત ફેલાઇ હતી. જે અંતર્ગત મહુવાના કોટિયા ગામે 15 પક્ષીઓના મોત થયા હતાં. મરઘીઓના મોતથી લોકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. જ્યારબાદ વેટરનીટી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે એક વાર ફરીથી રાજ્યમાં બર્ડ ફલૂનો પગપેસારો થયો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા એક પોલ્ટ્રી ફાર્મમાં એક મરઘાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કલેકટરે માંસ, મટન અને પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકીને ઇંડા અને ખાદ્ય પદાર્થોનો નાશ કરવા અંગે જાહેરનામામાં હુકમ કર્યો છે.

આ પણ વાંચો: આપત્તિ તેની પાંખો ફેલાવી રહી છે

ABOUT THE AUTHOR

...view details