અમદાવાદ શહેરમાં પેપર કપ બાદ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા ચાના પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક કાર્યવાહી કરવા જઈ રહી છે.અમદાવાદ શહેરમાં આવેલા દુકાન મોલ કે મેડિકલ સ્ટોર જેવા સ્થળ ઉપર પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ મૂક્યો છે.જો આ કોઈ બેગ નો ઉપયોગ કરતા હશે તો તેમની ઉપર કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
120 માઇક્રોન નીચું પ્લાસ્ટિક:સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022 પછી 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક હોય તે તમામ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ અમે અલગ અલગ જગ્યા ઉપર જઈને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કરિયાણાની દુકાન અને મેડિકલ સ્ટોર વાળાને પણ અમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 120 માઇક્રોનથી નીચું પ્લાસ્ટિક ધરાવતા લોકોને ઉપયોગ કરતા હશે. તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નોટિસ પણ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો Ahmedabad News: કાગળના કપે કોર્પોરેશનમાં કકળાટ કરાવ્યો, મેયરે કહ્યું મને જાણ નથી
સીલ મારવાની કાર્યવાહી:વધૂમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં અમદાવાદ શહેરના મેડિકલ સ્ટોર, શાકમાર્કેટ, મોટા મોલની અંદર પણ જેમાં આવા પ્રકારનું પ્લાસ્ટિક વાપરવામાં હશે. તે લોકોને નોટિસ આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. એક સપ્તાહ સુધી કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પણ જો કે પ્લાસ્ટિકનો ફરીવાર ઉપયોગ કરતા હશે તો મેડિકલ સ્ટોર મોલ કે પછી અન્ય દુકાનોને શીલની મારવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો Ban on papercups in vadodara: વડોદરામાં પેપર કપ પર પ્રતિબંધ મામલે વિવાદ
વધુ એક પ્રતિબંધ:ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચારના પેપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના પગલે વિપક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લાસ્ટિક મુક્ત શહેર બને તે હેતુથી અમદાવાદ શહેરમાં આવેલ દુકાનોમાં 120 માઈક્રોનથી નીચું પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હશે તેમની ઉપર આગામી સમયમાં કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.