રાજપથ ક્લબ દ્રારા લોકોને ફ્રિ પંજાબી ભોજન આપી કરી બૈશાખીની ઉજવણી - Punjab
અમદાવાદઃ પંજાબીઓનો તહેવાર એવા બૈશાખીની ઉજવણી ગુજરાતમાં પણ અનેક જગ્યાએ કરવામાં આવી હતી. ત્યારે રાજપથ પંજાબી ગ્રુપ દ્વારા પંજાબી ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતું. લોકો માટે રાજપથ ક્લબમાં જ સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા પંજાબી ભોજનનું આયોજન વિના મૂલ્યે માટે કરવામાં આવ્યું હતું
આ ગ્રૃપે લોકોને ફ્રિ પંજાબી ભોજન આપી કરી બૈશાખીની ઉજવણી
બૈશાખીના તહેવાર નિમિત્તે રાજપથ ક્લબ દ્વારા લોકો માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા પંજાબી ભોજનનું આયોજન વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં સૌ કોઈ પંજાબીએ કાર્યક્રમનો આનંદનો લઈ સંગીતના તાલે જુમ્યા હતા. માહોલ એવો કઈંક સર્જાયો હતો કે સવારે ફીટનેસ તથા સ્પોર્ટ્સ માટે આવતા સભ્યો પણ આ તાલે ઝુમવા માટે પોતાને રોકી શક્યા નહોતા.