ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad crime news: મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના જામીન નામંજૂર

મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના જામીન અમદાવાદ મેટ્રો કોર્ટે નામંજૂર કર્યા છે. માલીની પટેલની જામીન અરજીને અમદાવાદ મેટ્રોકોટે ફગાવી દીધી છે. મેટ્રો કુર્તી જામીનના મંજુર કરતા કહ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતા હાલ પૂરતા આરોપીને જામીન આપી શકાય નહીં.

bail-denied-to-malini-patel-wife-of-thug-kiran-patel
bail-denied-to-malini-patel-wife-of-thug-kiran-patel

By

Published : Apr 13, 2023, 7:41 PM IST

અમદાવાદ:મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના જામીન અંગે આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બચાવ પક્ષના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા વિવિધ પ્રકારની દલીલો કરવામાં આવી હતી અને માલીની પટેલના જામીન મેટ્રો કોર્ટે નામંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલ નિસાર વૈધએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, 'આ આખા મામલામાં માલીની પટેલ દ્વારા કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવ્યા નથી. તેમજ તેમણે આવી ઘટનામાં ભાગી જવાનો પણ કોઈ પ્રયત્ન કર્યો નથી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માલીની પટેલને ફસાવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં તેમના પર કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ કેસ પણ કરવામાં આવ્યો નથી.'

ફરિયાદ દાખલમાં ડેરી કેમ?:ફરિયાદી દ્વારા ઘટનાના એક વર્ષ બાદ કેમ ફરિયાદ દાખલ કરવામાં આવી છે? માલીની પટેલ આ સંપૂર્ણ કેસમાં નિર્દોષ છે તેમણે કોઈ પણ રીતે સાથ આપ્યો નથી અને સીધી રીતે તેમણે કોઈ પણ પ્રકારના કૌભાંડમાં પણ સંડોવાયેલા નથી તેથી તેમને જામીન આપવામાં આવે. આ સમગ્ર મામલે જ્યારે સરકારી વકીલ યદુ કાન્ત વ્યાસ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, 'આરોપી કિરણ પટેલે પોતાનું ઘર ન હોવા છતાં પણ વાસ્તુના કાર્ડ છપાવીને શા માટે લોકોને સર્ક્યુલેટ કર્યા હતા. આ બાબત તેમની અને તેમના પત્નીની મિલકત પચાવી પાડવાનો સ્પષ્ટ ઈરાદો બતાવી રહ્યા છે. જો હાલના તબક્કે આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ જે કેસ અંગેની તપાસ ચાલી રહી છે તેમાં નુકસાન થઈ શકે છે તેથી તેમને જામીન ઉપર મુક્ત કરવામાં ના આવે.'

આ પણ વાંચોRahul Gandhi Defamation Case: રાહુલ ગાંધીની અરજી પર કોર્ટ 20 એપ્રિલે ચૂકાદો આપે તેવી સંભાવના

જામીન અરજીને નામંજૂર:આ સમગ્ર મામલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ મેટ્રો કોર્ટે આ જામીન અરજીને ફગાવી દીધી છે. મેટ્રો કોર્ટે જામીન નામંજૂર કરતા કહ્યું હતું કે, ગુનાની ગંભીરતાને જોતા તેમને હાલ જામીન આપી શકાય નહીં હાલ આ ગુનાઓની વિવિધ પ્રકારની તપાસ ચાલી રહી છે તો તેવી સ્થિતિમાં જામીન આપી શકાય નહીં. જો જામીન ઉપર છૂટવામાં આવશે તો તેઓ સબૂત સાથે છેડછાડ કરી શકે છે. તેથી તમામ સંજોગોને જોતા જામીન અરજીને નામંજૂર કરવામાં આવે છે.

આ પણ વાંચોAmritpal Singh: અમૃતપાલ 48 કલાકમાં કરી શકે છે સરેન્ડર, પંજાબ પોલીસ હાઈ એલર્ટ પર

નવા વળાંકો પણ આવી શકે:મહત્વનું છે કે મેટ્રો કોર્ટે આપેલા આ આદેશની સાથે જ માલિની પટેલ હજુ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં જ રહેશે. હાલ મહા કિરણ પટેલની પણ પૂછતા જ ચાલી રહી છે અને જેમાં દરરોજ નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં બીજા નવા વળાંકો પણ આવી શકે છે

ABOUT THE AUTHOR

...view details