અમદાવાદ : અમદાવાદમાં બાગેશ્વર ધામ પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ફરી દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણ ખાતે બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય દિવ્ય દરબાર યોજાશે જેમાં બે લાખ કરતાં વધારે ભક્તો આવે તેવી શક્યતા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાયા બાદ અમદાવાદ ખાતે પણ ત્રણ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને તેઓ અમદાવાદ આવી પહોંચ્યાં છે. તેમણે પોરબંદરમાં સાંદિપની આશ્રમની મુલાકાતને લઇને અને ગરબા અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું.
બે લાખ ભક્તો આવે તેવી શક્યતા અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં ફરી એકવાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. હાથીજણ ખાતે તારીખ 18 થી 20 દરમ્યાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ઓક્ટોબરનાં રોજ ત્રણ દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢથી બે લાખ ભક્તો આવે તેવી શક્યતા છે. તેમજ કથા બાદ રાત્રી દરમ્યાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કળશયાત્રા યોજાઇઅમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનાં આયોજન બાબતે વધુમાં જાણવા મળ્યું હતું કે, ત્રણ દિવસ કથાનું આયોજન કરેલું છે. જેનાં ભાગરૂપે આજે કળશયાત્રા યોજાઇ હતી. ત્યારે આજે કળશયાત્રાને લઈ ચાર દિવસનો કાર્યક્રમ થઈ ગયો છે. તા.18 થી 20 દરમ્યાન યોજાનાર છે. જેમાં પ્રથમ દિવસે માતાજીનો મહિમા, માતાજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે બાબતે કથાનું આયોજન કર્યું છે.