ગુજરાત

gujarat

ETV Bharat / state

Baba Bageshwar in Gujarat: વટવામાં શ્રી રામ મેદાન ખાતે યોજાશે બાબાનો દિવ્ય દરબાર, સાંજે 5થી 7 આપશે હાજરી - શ્રી રામ મેદાન ખાતે યોજાશે બાબાનો દિવ્ય દરબાર

અમદાવાદમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ઓગણજ ખાતે બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો હતો. જે હવે આવતીકાલે એટલે કે 30 મેના રોજ વટવામાં શ્રી રામ મેદાન ખાતે બાબાનો દિવ્ય દરબાર યોજાશે. ત્યારે આયોજકો દ્વારા મેદાન ખાતે ભરાયેલું પાણી અને અન્ય વ્યવસ્થાઓ કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર
બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર

By

Published : May 29, 2023, 7:29 PM IST

વટવામાં શ્રી રામ મેદાન ખાતે બાબાનો દિવ્ય દરબાર યોજાશે

અમદાવાદ: ચાણક્યપુરી વિસ્તારમાં 29 અને 30 મે ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું લોકદરબાર આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં સ્થળ ખૂબ જ નાનું સ્થળ હોવાથી પોલીસ મંજૂરી મળી ન હતી. તેથી કાર્યક્રમનું સ્થળને બદલીને ઓગણજમાં દિવ્ય દરબારનું સ્થળ નક્કી કરાયું હતું. જો કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આગણજ ખાતે દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો હતો.

વરસાદને કારણે રદ થયો હતો કાર્યક્રમ: 29 અને 30 મી મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે તે સ્થળ નાનું પડતા ઓગણજ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદમાં વરસેલા ભારે વરસાદની પગલે પગલે ખાતે પણ કાર્યક્રમ સ્થળે પાણી ભરાઈ જતા તે જગ્યા પરનો કાર્યક્રમ પણ રદ કરાયો હતો. જેના કારણે ભક્તોમાં નિરાશા જોવા મળી હતી ત્યારે હવે ફરી એકવાર નવું સ્થળ દિવ્ય દરબાર માટે નક્કી કરવામાં આવ્યું છે.

વટવા ખાતે યોજાશે દિવ્ય દરબાર:અમદાવાદના વટવામાં આવેલા શ્રીરામ મેદાન ખાતે થોડા દિવસો પહેલા દેવકીનંદન મારા દ્વારા શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાના અંતિમ દિવસે બાબા બાગેશ્વરે કાર્યક્રમમાં હાજર રહીને આશીર્વચન આપ્યા હતા. ત્યારે તે જ કાર્યક્રમ સ્થળ ઉપર ફરી એકવાર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30 મીના રોજ સાંજે 5 થી 7:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર તે જ સ્થળે યોજાનાર છે.

તૈયારીઓ શરૂ: વટવાના શિવકૃપા મિત્ર મંડળ દ્વારા આ તમામ જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે અગાઉ શિવ મહાપુરાણનું આયોજન કરનાર શિવ કૃપા મિત્ર મંડળના કમલાકર રાજપૂતે ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વટવામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 થી 7 દિવ્ય દરબાર યોજાશે. જેના માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. આ અંગે આયોજક હિંમતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 30મી એ સાંજે 5 થી 7 ના સમયગાળામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે.

  1. Baba Bageshwar: રાજકોટમાં પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફોફરે કહ્યું - ‘ધીરેન્દ્ર શાસ્ત્રી ખોટો માણસ છે'
  2. Baba Bageshwar in Gujarat: વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને કામગીરી શરૂ, જાણો વરસાદને લઈને આયોજકે શું કહ્યુ

ABOUT THE AUTHOR

...view details