બાબા બાગેશ્વરે મા ઉમિયાની આરતી અને પૂજા કરી અમદાવાદ: સમગ્ર દેશમાં હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રની જ્યોત પ્રગટાવીને લોકો સમક્ષ સનાતન ધર્મને જાગૃત કરવા નીકળેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુજરાતમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સનાતન ધર્મના પ્રચારક બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી આજે બપોરે 5.15 કલાકે વિશ્વઉમિયાધામ મંદિર અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા વિશ્વના સૌથી ઊંચામાં ઉચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામની શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. બાઘેશ્વર બાબાએ તેમની દિવ્યવાણીનો પણ ભક્તોને લાભ આપ્યો હતો.
ગુજરાતીઓ હું તમને જગાડવા આવ્યો છું. -ધીરેન્દ્ર શાસ્ત્રી, બાગેશ્વર ધામના પીઠાધીશ હિન્દુ રાષ્ટ્રનો ઉદઘોષ: સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 10 દિવસ સુધી તેઓ રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર કરી રહ્યા છે. સુરતમાં નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે 5 વાગ્યે લાગ્યો હતો. તેમણે દિવ્ય દરબારની શરૂઆત કરી ત્યારે મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. આ ઉપરાંત મહાભારત કાળનું સુરત કનેક્શન ખોલ્યું હતું.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉમિયાધામ ખાતે સંદેશ
'ગુજરાતીઓ હું તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી આ ગુજરાત ભગવાન રામમય નહીં થાય, ત્યાં સુધી ગુજરાતના લોકોનો પીછો નહીં છોડું. તેમણે કહ્યું હતું કે જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે. તો ભારત તો શું, આપણે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.' -ધીરેન્દ્ર શાસ્ત્રી, બાગેશ્વર ધામના પીઠાધીશ
ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉમિયાધામ ખાતે સંદેશ મા ઉમિયાનાની પૂજા:બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તમામ ઘટનાઓ વચ્ચે દિવ્ય દરબાર થકી લોકોને સનાતન ધર્મની સમજ આપી લોકોમાં શ્રદ્ધા અને જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. હવે અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરે પહોંચેલા બાબા બાધેશ્વર દ્વારા શિલાનું પૂજન કરાયું હતું. ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું ઉમિયાધામ મા આવ્યા પછી મને દિવ્યતાની અનુભૂતિ થઈ રહી છે. તેમજ 2024માં હનુમાન કથા માટે પણ આવવાનું આશ્વાસન લેખિત આપ્યું હતું. ઉમિયા માતા પૂરા સમાજની કુળદેવી છે. મા ઉમિયા ધામ થકી સનાતન ધર્મનો પ્રચાર થાય તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
- Baba Bageshwar in Gujarat: 'સુરતના પાગલો' મારા નામે કોઈને દાન ન આપતા, દીકરીઓ લવ જેહાદથી ચેતે
- Baba Bageshwar: અમદાવાદમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું કાર્યક્રમ સ્થળ બદલાયું, હવે ઓગણજ ખાતે યોજાશે