ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Bhupendra Patel Important Decision : વેરા ભરપાઇમાં રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય - મિલકત વેરા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સુવિધા માટેના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mohotsav )પ્રોત્સાહક વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવાયાં છે. એડવાન્સ ટેક્સમાં (Advance Tax Rebate Scheme ) રાહત (Incentive Compensation Scheme Gujarat ) અને મિલકત વેરા (Property Tax Rebate ) માં ધોરણો હળવાં બનાવાયાં છે.

CM Bhupendra Patel Important Decision : વેરા ભરપાઇમાં રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય
CM Bhupendra Patel Important Decision : વેરા ભરપાઇમાં રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય

By

Published : Jan 20, 2023, 9:54 PM IST

ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને ટેક્સ રીબેટની યોજનાઓના ધોરણો હળવા બનાવ્યાં છે. તેમણે નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યપ્રધાને રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના "જાહેર કરેલી છે.

10 ટકા રીબેટતા.31 માર્ચ 2022 સુધીની કે તે પહેલાંના બાકી તમામ વેરા તા.31 માર્ચ-2023 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરંટ ફીમાંથી 100 ટકા માફી અપાશે.જ્યારે 2023-24ના વર્ષના વેરાની રકમ તા. 30 જૂન-2023 સુધીમાં એડવાન્સ ભરનારા કરદાતાને 10 ટકા રીબેટ મળવાપાત્ર થશે.

આ પણ વાંચો પ્રોપર્ટી ટેક્સ ભરવાને લઈને અમદાવાદની જનતા માટે વધુ એક યોજના

ઓનલાઇનમાં વધુ 5 ટકા રીબેટ ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાને વધારાનું પાંચ ટકા રિબેટ મળશે. આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યા છે.

મિલકત વેરામાં રીબેટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણય અનુસાર જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.31મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.31મી માર્ચ-2023 સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફીની રકમ 100 ટકા માફ કરી દેવાશે.

આ પણ વાંચો Tax Planning: ટેક્સ પ્લાનિંગ માટે આ વર્ષનો શ્રેષ્ઠ સમય છે, તમે છેલ્લી ઘડીના સંઘર્ષથી બચી જશો

એડવાન્સ ટેક્સ ભરવાનું પ્રોત્સાહન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે આગામી નાણાંકીય વર્ષ 2023-24ની વેરાની રકમ તા.30 જૂન-2023 સુધીમાં એડવાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 10 ટકા રિબેટ અપાશે. આવી વેરાની એડવાન્સ રકમ તા.30 જૂન-2013 સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે. એટલે કે ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકોને કુલ મળીને 15 ટકા રિબેટ વર્ષ 2023-24ની ભરવાપાત્ર વેરાની રકમ તા.30 જૂન2023 સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે.

ઓનલાઇન ટેક્સ ટ્રાન્ઝેકશન્સને વેગ મળશે મુખ્યપ્રધાનના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્સ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્સ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે. એટલું જ નહીં, ઓનલાઇન ટેક્સ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે.

ABOUT THE AUTHOR

...view details