- 1,200 બેડની હોસ્પિટલમાં આર્યુવૈદિક સારવાર આપવામાં આવી
- બે ગૃપમાં 26 દર્દીઓ પર પ્રયોગ કરાયો
- એકપણ દર્દીનું મોત થયું નથી
અમદાવાદ : શહેરમાં આવેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )માં 1,200 બેડની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે એલોપેથી તજજ્ઞ સમિતિની મંજૂરી સાથે સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ સંશોધન માટે જે દર્દીઓ સહમત હતા, તેવા દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ( Ahmedabad Civil Hospital )માં બે ગૃપમાં આર્યુવૈદિક સારવાર અપાઈ
આયુષ નિયામક દ્વારા જણાવ્યાનુસાર આ સંશોધન કાર્ય બે ગૃપમાં કરવામાં આવ્યા હતા. જેમાં Group A (STG-Standard Treatment Group)માં 1,200 બેડની અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital ) ખાતેની સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર આપવામાં આવી હતી. જેમાં એલોપેથીનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસરવામાં આવેલ અને Group B (ATG- Ayurved Treatment Group)માં આયુષ પ્રભાગ, ગુજરાત રાજ્ય માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવારને એલોપેથીક સારવારની સાથે સાથે આપવામાં આવી હતી.
ગૃપ બીમાં કઈ દવાઓ અપાઈ?
Group – B (ATG)માં આયુર્વેદ પ્રોટોકોલ અન્વયે ઔષધ આપીને સારવાર કરવામાં આવી હતી. જેમાં દશમૂલ ક્વાથ 20 ml+, પથ્યાદિ ક્વાથ 20 ml+, ત્રિકટુ ચૂર્ણ 2 ગ્રામ, 40 ml ઉકાળો દિવસમાં એકવાર સવારે ભૂખ્યા પેટે આપવામાં આવ્યો હતો. સંશમની વટી (500 મિલિગ્રામ ટેબલેટ ) એક ગ્રામ સવારે અને એક ગ્રામ સાંજે જમ્યા બાદ, આયુષ – 64 ટેબલેટ (500 મિલિગ્રામ ટેબલેટ ) એક ગ્રામ સવારે અને એક ગ્રામ સાંજે જમ્યા બાદ, યષ્ટીમધુ ઘનવટી (250 મિલિગ્રામ ચૂસવા માટેની ટેબલેટ) ત્રણ ગ્રામ પ્રતિદિન છ વિભાજિત ભાગમાં દિવસ દરમિયાન ચૂસવા માટે આપવામાં આવી હતી. આ દવાઓ વધુમાં વધુ 28 દિવસ સુધી અથવા RT–PCR નેગેટિવ આવે ત્યાં સુધી ચાલુ રાખવામા આવી હતી.
26 દર્દીઓની સહમતિથી આ પ્રયોગ કરવામાં આવ્યો
આ સંશોધન આયુષ નિયામકની કચેરી દ્વારા અખંડાનંદ આયુર્વેદના સ્પેશિયાલીસ્ટ દ્વારા બન્ને જૂથમાં 26 દર્દીઓ ઉપર દર્દીઓની સહમતિથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમના જરૂરી રિપોર્ટ તથા તપાસ સારવાર પહેલા (BT-Before treatment), સારવાર દરમિયાન અને સારવાર બાદ (AT-After treatment) કરવામાં આવ્યુ હતું. આ સંશોધન અભ્યાસ અન્વયે કોઈપણ દર્દીમાં Adverse Drug Reaction (ADR) જોવા મળી નથી. તમામ દર્દીઓના RT-PCR રિપોર્ટ સારવાર પૂર્વે (BT) અને સારવાર બાદ (AT) કરવામાં આવેલા, જેમાંથી આયુર્વેદ સારવાર અન્વયે સારવાર પ્રાપ્ત કરનારા Group - Bના તમામ દર્દીઓના RT-PCR નેગેટિવ આવ્યા છે. સારવાર પ્રાપ્ત કરનારા Group - Bના તમામ દર્દીઓના RT-PCR નેગેટિવ આવ્યા છે.
કેટલા દિવસમાં નેગેટિવ થયા?
જ્યારે Group - A (STG)માં RT-PCR ટેસ્ટ નેગેટિવ થવામાં સરેરાશ 12.19 દિવસ જ્યારે આયુર્વેદ સારવારના Group B (ATG)માં સરેરાશ 7.85 દિવસ સમય લાગ્યો હતો. Group Bમા આયુર્વેદ સારવાર ગૃપ અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર કોઈપણ દર્દીને લક્ષણ વધ્યા નથી અને ICU સારવાર માટે રિફર કરવામાં આવ્યા નથી તથા એક પણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ નથી. આયુર્વેદ સારવારના Group B (ATG)માં 0-3 દિવસમાં રિકવરી થયેલા 8 દર્દીઓ (એટલે કે કુલ સંશોધનમાં સામેલ દર્દીઓના 33 ટકા) મળ્યા હતા, જ્યારે Group A (STG)માં ત્રણ દિવસ સુધીમાં એકપણ દર્દી રિકવર થયો જોવાં મળ્યો નથી.
કોવિડ દર્દીઓમાં ઈમ્યુનિટી વધારવામાં સફળતા મળી
Group - B અંતર્ગત આયુર્વેદ સારવાર પ્રાપ્ત કરનારા દર્દીઓના કોરોનાના લક્ષણોમાં હતા, તેમાં તાવ (Fever) 3.95 દિવસ, ગળાનો સોજો (Sore throat) 7.5 દિવસ, ખાંસી (Cough) 15.21 દિવસ, શ્વાસ લેવામાં તકલીફ (Dyspnoea) 14.76 દિવસ, શરદી (Running Nose) 10.5 દિવસ, અશક્તિ (General Weakness) 10 દિવસ, માથાનો દુઃખાવો (Head ache) 11.75 દિવસ, ઊબકા (Nausea) 3 દિવસના સરેરાશ સમયમાં દર્દીઓને રાહત જોવા મળી છે. આમ આયુષ સારવારના લીધે કોવિડ સામે નાગરિકોને સુરક્ષિત કરવા અને ઈમ્યુનીટી વધારવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો -