- આઇશાના પતિ આરીફ ખાનને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયો
- આરોપી પતિ આરીફના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં કરાયો હતો રજુ
- રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન રિકવર કર્યો
અમદાવાદ:આઇશા આત્મહત્યા કેસની આજે અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વધુમાં આઇશાના પતિ આરીફ ખાનને આજે 3 દિવસના રિમાન્ડ પુરા થયાં બાદ, આજે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 25મી ફેબ્રુઆરી, 2021ના રોજ 23 વર્ષની આઇશાએ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.જેમાં, પતિ આરીફ ખાનને પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આરીફના રિમાન્ડ મંજુર કર્યાં હતા. પોલીસ તપાસ દરમિયાન રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન રિકવર કર્યો હતો, જેમાં આઇશા મૃત્યુ પામ્યા પહેલા આરિફ સાથે વાત કરતી 72 મિનિટની કોલ રેકોર્ડિંગનો પણ સમાવેશ છે, જેમાં આરીફે આયેશાને કહ્યું હતું. "જો તમારે મરવું હોય તો મને એક વિડિયો મોકલી દેજે." અને પોલીસ આરીફનો મોબાઈલ ફોન એફ.એસ.એલમાં તપાસ અર્થે મોકલાશે.