ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના યુવકનો ‘તુલસી’ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ - gujarat

અમદાવાદઃ તુલસી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા નોપાજી પોશીદેવી પ્રજાપતિ (એનપીપી) સેવા ટ્રસ્ટ દ્વારા 1 લાખ તુલસી વિતરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. લોકોના પ્રતિભાવને પગલે આ વિતરણ વધારવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના 15 સ્થળો પર એક સાથે તુલસી વિતરણ અભિયાન શરૂ થયું અને આ અભિયાન શરૂ કરનાર છે ભુપેશ પ્રજાપતિ.

ahd

By

Published : Jul 12, 2019, 11:24 PM IST

Updated : Jul 13, 2019, 1:56 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ થલતેજ- ઝાયડસ ચાર રસ્તા પાસે કાર્યક્રમ યોજી, સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ થયો હતો. નોપાજી પોશીદેવી પ્રજાપતિ (એનપીપી) સેવા ટ્રસ્ટના નેજા હેઠળ અભિયાન શરૂ કરાયું છે. જેમાં અમદાવાદ શહેર સહિત ગાંધીનગર વિસ્તારમાં ઘર-ઘર જઇ તુલસીના છોડનું વિતરણ કર્યુ હતું તે પણ નિઃશુલ્ક.

અમદાવાદના યુવકનો ‘તુલસી’ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ
ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ભુપેશ પ્રજાપતિ
અમદાવાદના યુવકનો તુલસી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ
અમદાવાદના યુવકનો તુલસી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ

તુલસી વિતરણ અભિયાનના આયોજક અને એનપીપી ટ્રસ્ટના ભુપેશ પ્રજાપતિએ જણાવ્યું કે, તુલસીના છોડ વિતરણનો વિચાર અમારા ગુરૂજનોએ આપ્યો હતો. ગુરૂજનોનું કહેવું હતું કે, તુલસીથી લોકોના ઘરમાં સુખ શાંતિ આવે છે. તેથી મનમાં એક દ્રઢ નિશ્ચય કર્યો હતો કે, લોકોના ઘર સુધી તુલસી પહોંચતી કરવી છે. કારણ કે ઘરના આંગણમાં તુલીસ રોપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

અમદાવાદના યુવકનો ‘તુલસી’ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ

આજના જીવનમાં લોકના ઘરમાં શાંતિ નથી. તેથી લોકોના ઘરમાં શાંતિ થયા તેવા ઉદેશ્યથી લોકોના ઘર સુધી તુલસી પહોચડવામાં યથાત પ્રયાસ કર્યો છે અને આગામી દિવસોમાં 1 લાખ ઘર સુધી તુલસી વિતરણ કરવાનો લક્ષ્યાંક છે અને તુલસી માત્ર ઘર નહી પરંતુ સહકારી બિલ્ડીંગમાં પણ વિતરણ કરવામાં આવશે.

Last Updated : Jul 13, 2019, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details