અમદાવાદમાં મેમો ફાડતા રીક્ષા ચાલક વિફર્યો, ટ્રાફિક બૂથ સળગાવવાનો કર્યો પ્રયત્ન - અમદાવાદમાં આગની ઘટનાઓ
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી ટ્રાફિક પોલીસે જ્યારે નિયમોનો ભંગ કરનાર રિક્ષાચાલકને મેમો આપ્યો ત્યારે બદલો લેવા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસનું બૂથ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, અન્ય પોલીસ જવાનની નજર પડતા રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો અને આગ પર કાબૂ મેળવાયો હતો. આ મામલે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
![અમદાવાદમાં મેમો ફાડતા રીક્ષા ચાલક વિફર્યો, ટ્રાફિક બૂથ સળગાવવાનો કર્યો પ્રયત્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4992445-thumbnail-3x2-hd.jpg)
auto-driver-try-to-fire-at-traffic-station
અમદાવાદમાં ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોલીસનું બૂથ છે, જ્યાં સવારના દસ વાગ્યાના સમયે પોલીસે યુસુફ પઠાણ નામના રીક્ષા ચાલક પાસે લાયસન્સ અને રિક્ષાના કાગળ માંગ્યા હતાં. પરંતુ, રિક્ષાચાલક પાસે લાયસન્સ અને રીક્ષાના કાગળ નહોતા તથા ફેન્સી નંબર પ્લેટ હોવાના કારણે પોલીસ દ્વારા રિક્ષાચાલકને ડિટેઇન મેમો આપવામાં આવ્યો હતો અને નજીકના પોલીસ સ્ટેશનથી દંડ ભરી રીક્ષા છોડાવવા કહ્યું હતું.
અમદાવાદમાં મેમો ફાડતા રીક્ષા ચાલકે વિફર્યો, ટ્રાફિક બૂથ સળગાવવાનો કર્યો પ્રયત્ન