શહેરના શાહીબાગ વિસ્તારમાં આર્મી કેંટોનમેન્ટમાં સેના પોલીસના ઇન્ફેન્ટ્રી ડિવિઝન ખાતે રહેતા ૨૩ વર્ષીય સુનિલકુમાર બલોદા ભારતીય સેનામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓને તેમના સીઓ સાહેબે ડિફેન્સ લેન્ડ નામનું બોર્ડ બંગલા નંબર 11 આગળ હતું. તે ગાયબ હોવાની તપાસ કરવાનું જણાવ્યું હતું. આ મામલે તેઓ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા અને બંગલા પાસે ગયા હતા. અહીં મુનાવરઅલી અને કિશોર મુછાલ નામના બે વ્યક્તિઓ મળ્યા હતાં અને તેમને બંનેએ બોર્ડ લગાવવા કહ્યું હતું.
ભારતીય સેના પોલીસના હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો - ડિફેન્સ લેન્ડ
અમદાવાદ: ભારતીય સેના પોલીસના હેડ કોન્સ્ટેબલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં કેંટોનમેન્ટ સેનાનું એક બોર્ડ નહીં લગાવેલું હોવાથી કોન્સ્ટેબલ આરોપીઓને આ બાબતે જાણ કરવા ગયા હતાં. જે બાદ આરોપીઓએ કોન્સ્ટેબલને ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.
આ બાદ બીજા દિવસે જવાન ચેકીંગ માટે નીકળ્યા હતાં, ત્યાં બંગલા બહાર એક શખ્સ મળ્યો હતો અને મુનાવરઅલી ઘરમાં હોવાનું કહેતા જવાન ઘરમાં ગયા હતાં, ત્યાં બોર્ડ બાબતે ફરી વાત કરતા મુનાવરઅલીએ ઘરમાં આવેલા જવાનને ગેરકાયદેસર રીતે ઘુસી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો અને જવાનને ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હતો. એટલું જ નહીં કોન્સ્ટેબલનો વીડિયો પણ ઉતાર્યો હતો. બાદમાં જવાન શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચીને ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.
તો આ મામલે આરોપી મુનાવરઅલીએ જણાવ્યું હતું. કે, તેના પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. આર્મી જવાન ગેરકાયદેસર રીતે તેના ઘરમાં ઘુસી ગયા હતા અને ઘરમાંથી કંઈ ન મળતા તેઓ ચાલ્યા ગયા અને તેમના વિરુધ્ધ ફરિયાદ કરી છે.