- 600 કરોડના ડ્રગ્સ મામલે ATSએ વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી
- 3.25 કરોડ હેરોઇન સાથે ઝડપી લેવામાં આવ્યા
- માલના રૂપિયા માઈકલ આંગડીયા મારફતે ઈશા તથા તેના સાગરીતોને મોકલાવતો
અમદાવાદઃ બાતમીના આધારે ગુજરાત ATSની(Anti-Terrorism Squad) ટીમે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે રેડ કરીને અંદાજિત 120 કિલો હેરોઈનના જથ્થા(heroin in Gujarat) સાથે 3 આરોપીની ધરપકડ કરી(Drugs Crime) છે. જે હેરોઈન કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 600 કરોડ થાય છે. આ કેસની તપાસ દરમિયાન આજ સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ 330 કરોડથી વધુની કિંમતનો ગેરકાયદે હેરોઈન જથ્થો જપ્ત કરી કુલ 13 આઓપીની ધરપકડ કરવામાં આવી છે. આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ દરમિયાન તેમજ પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની(drug smugglers in gujarat) સંડોવણી ખુલી છે.
રૂ.3.25 કરોડનું હેરોઈનનો જથ્થો કબ્જે
આ હેરોઈન સીઝર કેસમાં પકડાયેલા આરોપીમાઈકલ યુગોયુવુના દિલ્હી ખાતે હેરોઈનનો કેટલોક જથ્થો છૂપાવી રાખ્યો છે. જે બાતમીના આધારે ATSની ટીમે નિલોઠી, માઈકલ યુગોયુવુના રહેણાંક મકાનમાં 27 નવેમ્બર 2021ના રોજ રેડ કરી 650 ગ્રામ હેરોઈનનો જથ્થો કબ્જે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 3.25 કરોડ થાય છે. પકડાયેલા આરોપી માઈકલ યુગોયુવુની વધુ પૂછપરછ દરમિયાન જણાવ્યું ,કે તે હેરોઈનનો જથ્થો ખરીદવા માટે ઈશા રાવ અને તેની ગેંગના(drug smugglers) માણસોને આંગડીયા દ્વારા રૂપિયા મોકલાવતો હતો.
ઈશા રાવના ઈશારે ગુજરાતમાં પણ માલ ફરતો