ગુજરાત

gujarat

ETV Bharat / state

લૂંટનો ભેદ ઉકેલતા છોટા રાજન ગેંગના સક્રિય સભ્યને ATSએ ઝડપી પાડ્યા - વલસાડ ખાતે IIFL માં થયેલી 7 કરોડની લૂંટનો ભેદ

વલસાડ ખાતે IIFL માં થયેલી 7 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, જે મામલે ગુજરાત ATSએ 2 ઇસમની ધરપકડ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે, બંને ઈસમો ખૂન, લૂંટ, ખંડણી, ધાડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. અને છોટા રાજન ગેંગના સક્રિય સભ્યો પણ છે.

લૂંટનો ભેદ ઉકેલતા છોટા રાજન ગેંગના સક્રિય સભ્યને ATSએ ઝડપી પાડ્યા
લૂંટનો ભેદ ઉકેલતા છોટા રાજન ગેંગના સક્રિય સભ્યને ATSએ ઝડપી પાડ્યા

By

Published : May 29, 2020, 5:51 PM IST

અમદાવાદઃ જાન્યુઆરી 2020માં સેલવાસ રોડ પર આવેલા ચંદ્ર લોક કોમ્પલેક્ષના પહેલા માળે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં 2 અજાણ્યા ઈસમોએ રિવોલ્વર તથા છરી સાથે આવીને ડરાવી ફરિયાદીને માથામાં મારી તથા મોઢા પર સેલોટેપ બાંધી તિજોરીમાં રાખેલા ગ્રાહકોના સોનાના દાગીના તથા રોકડ રકમ અંદાજે સાત કરોડ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હતા. જે મામલે વલસાડમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

લૂંટનો ભેદ ઉકેલતા છોટા રાજન ગેંગના સક્રિય સભ્યને ATSએ ઝડપી પાડ્યા
આ મામલે ગુજરાત એટી.એસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે કાલુ હમામ ઉર્ફે ખલીલ બેગની મુંબઇ ખાતેથી તથા સંતોષ નાયક રાજેશ ખન્નાની કર્ણાટક ખાતેથી ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ પાસેથી 70 લાખ રૂપિયા રોકડા પણ પોલીસે કબજે કર્યા છે. તથા તેમની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે.ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, બંને આરોપીઓ લૂંટ, હત્યા, ધાડ, ખંડણી જેવા ગંભીર ગુનામાં સામેલ છે. જે પૈકી આરોપી સંતોષ નાયકે છોટા રાજનના કહેવાથી દાઉદ ગેંગના ક્યયુમ કુરેશી તથા ઇકબાલ ફુટરાની હત્યા કરેલી હતી. કાલુ હમામે 1993માં ખેતવાડીના ધારાસભ્ય પ્રેમકુમાર શર્માની પણ હત્યા કરેલી હતી. આ ઉપરાંત અનેક ગુનાઓમાં બંને સંડોવાયેલા છે. હાલ કાલુ હમામ ATS ની કસ્ટડીમાં છે, જ્યારે સંતોષ નાયકને પોલીસ ટ્રાન્સફર વૉરન્ટના આધારે અમદાવાદ લાવી રહી છે. જે બાદ બંનેની પૂછપરછ કરવામાં આવશે અને વલસાડ પોલીસને બંને આરોપી સોંપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details