ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષ 2002ના રમખાણોનો બદલો લેવા શાર્પ શૂટરને મળી હતી પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયાની સોપારી - અમદાવાદના સમાચાર

વર્ષ 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે પાકિસ્તાનથી હત્યાની સોપારી આપવામાં આવી હતી. આ શૂટરો મુંબઈથી આવ્યા હતા. શાર્પ શૂટરને ગુજરાત ATSની ટીમે ઝડપી પાડ્યો છે. જ્યારે ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ શાર્પ શૂટરને પકડવા ગઈ હતી, ત્યારે તેમના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

શાર્પ શૂટર ઈરફાન
શાર્પ શૂટર ઈરફાન

By

Published : Aug 19, 2020, 4:11 PM IST

અમદાવાદ : ATSને બાતમી મળી હતી કે, અમદાવાદના વિનસ હોટલ ખાતે એક શાર્પ શૂટર મુંબઈથી આવ્યો છે. ત્યારે ATSએ રીલીફ રોડ ખાતેની વિનસ હોટલમાં તપાસ કરતા ઈરફાન નામનો શાર્પ શૂટર 105 નંબર રૂમમાંથી મળી આવ્યો હતો. જ્યારે ATSની ટીમ રૂમમાં પહોંચી ત્યારે ઈરફાને ફાયરિંગ કર્યું હતું, પરંતુ સદનસીબે કોઇને પણ ઇજા પહોંચી ન હતી અને ઈરફાનની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.

વિનસ હોટલ
શાર્પ શૂટર અંગેની માહિતી મળતા ATSના DIG હિમાંશુ શુક્લા તથા અન્ય બે DYSP સહિતનો કાફલો હોટલ જવા રવાના થયો હતો. શાર્પ શૂટર ઇરફાનની ધરપકડ કર્યા બાદ તેના મોબાઇલની તપાસ કરતા તેમાંથી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રધાન ગોરધન ઝડફિયાના ફોટા પણ મળી આવ્યા હતા. જે બાતમી મળી હતી તે હકીકત સામે આવી ગઇ હતી, કે શાર્પ શૂટરોને ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી મળી છે.
શાર્પ શૂટર ઈરફાન
શાર્પ શૂટરના મોબાઈલમાંથી કમલમ અને ગોરધન ઝડફિયાના વીડિયો પણ મળી આવ્યા હતા. એટલે કે, ઈરફાને કમલમની રેકી કરી હતી. પોલીસ તપાસમાં તે પણ સામે આવ્યું છે કે, 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી આપવામાં આવી હતી.હાલ ATSની તપાસમાં પાકિસ્તાનમાં રહેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે ISIના કહેવાથી છોટા શકીલને સોપારી આપી હતી અને છોટા શકીલે મુંબઈના ઈરફાનને સોપારી આપી હતી. જેથી ઈરફાન અમદાવાદ આવ્યો હતો અને હત્યા માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. ત્યારે ઈરફાનને મળવા અન્ય પણ એક વ્યક્તિ આવવાનો હતો જે અંગે ATS દ્વારા તપાસ ચાલી રહી છે. હાલ ઇરફાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details