ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં એટીએસએ વધુ એક આરોપીની 1 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી - Gujarat

અમદાવાદ: ગુજરાત ATSએ 28 જુલાઈએ જ ભુજના માંડવી ખાતેથી 1 કિલો બ્રાઉન સુગર સાથે 2 એઓપીની ધરપકડ કરી હતી. ત્યારે પકડાયેલા આરોપી પાસેથી પૂછપરછ દરમિયાન વધુ એક આરોપીનું નામ સામે આવ્યું હતું. જેની ATSએ 1 કિલો બ્રાઉન સુગર સાથે ધરપકડ કરી હતી.

અમદાવાદ

By

Published : Aug 2, 2019, 11:20 PM IST

બ્રાઉન સુગરના રેકેટનો પર્દાફાશ કરવા ATS સક્રિય થયું છે. ત્યારે ATS 28 જુલાઈએ માંડવીથી 2 કિમી દૂર બાઈક પર બે શખ્સોને 1 કિલો બ્રાઉન સુગર સાથે આરોપીની ધરપકડ કરી હતી.જેની કિંમત 1,00,00,0 રૂપિયાના છે. આરોપીએ રિમાન્ડ દરમિયાન ઈમરાન અબ્દુલ કાદર મણિયાર નામના ઈસમને 1 કિલો બ્રાઉન સુગર વેચવા આપ્યુ હોવાનુ સામે આવ્યું હતુ. જો કે આ બાદ ATSએ માંડવી ભાગા રોડ, મસ્કા પાણીની ટાંકી પાસેથી વધુ એક કિલો બ્રાઉન સુગર સાથે ઈમરાન અબ્દુલ કાદરની ધરપકડ કરી હતી.

આ મામલે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે અંગે ATS દ્વારા તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details