એટીએસના મળેલ બાતમીને આધારે દુબઇ-અમદાવાદની ફ્લાઇટ નંબર 6E72માં મુંબઇના ત્રણ શખ્સો સોનાની દાણચોરી કરીને ભારતમાં પ્રવેશ કરવાના છે. મળેલ બાતમીને આધારે ATS અને કસ્ટમ વિભાગ દ્વારા ટીમ બનાવીને તપાસ કરવામાં આવી હતી. બાતમીમાં મળેલ નામ પ્રમાણે ATS દ્વારા ત્રણેય આરોપી મહોમદ શરક્યુ મીનાઇ, યુસુફ અંસારી અને જુલ્ફીકાર અલી લોખંડવાલાની તપાસ હાથ ઘરવામાં આવી હતી.
બુટ-પેન્ટમાં ગુપ્તરીતે સોનાની દાણચોરી કરનારાઓને ATSએ દબોચ્યા - AHD
અમદાવાદઃ દુબઇથી સોનાની વસ્તુ લાવવાનો ક્રેઝ જામ્યો છે. દાણચોરો ગમે તે રીતે સોનાને એરપોર્ટ બહાર લાવવાના અનેક પ્રયાસો અને નવા પ્લાન કરતા હોય છે. તેવી જ રીતે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ATS દ્વારા ત્રણ મુસાફરોની ચેકિંગ કરતા ચાર કિલો જેટલા સોનાના જથ્થા સાથે તમામની ધરપકડ કરી હતી.
સ્પોટ ફોટો
જેમાં ત્રણેયે બુટની અંદર એક ગુપ્ત ખાનુ બનાવ્યુ હતુ જેની અંદર સોનુ સંતાડવામાં આવ્યુ હતુ. જ્યારે પેન્ટમાં પણ ગુપ્તખાના બનાવામાં આવ્યા હતા. આમ પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ પાસેથી કુલ 1.25 કરોડની કિમતનુ ચાર કિલો સોનુ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આરોપીઓ અગાઉ આવુ કેટલી વખત કરી ચુક્યા છે અને અત્યાર સુધીમાં કેટલાની કિંમતનુ સોનુ ભારતામાં લાવ્યા છે તે અંગને તપાસ હાથ ઘરવામાં આવી છે. જ્યારે આ કેસની વધુ તપાસ હવે કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવશે.