અમદાવાદઃ લોકડાઉન દરમિયાન પણ વોટર ATM સ્થાનિક ગ્રામીણોની પીવાના સ્વચ્છ અને સુરક્ષિત પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. તેમજ પ્લાન્ટનું નિયમિત સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે નિયમો પણ જાળવવામાં આવે છે.
ગામડામાં પીવાનું પાણી સ્વચ્છ મળી રહે તે માટે વોટર ATM બનાવાયા - Water ATM automatic water vending machine
ATM ટર્મિનલ્સ પિપાવાવે એની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆ)નાં ભાગરૂપે 12 ગામડાઓમાં વોટર ATMની સ્થપના કરી છે. રાજ્યમાં કોવિડ-19 લોકડાઉન દરમિયાન પોર્ટની આસપાસનાં ગામડાઓમાં વોટર ATM આશીર્વાદરૂપ સ્થાપિત થયા છે.
ગામડામાં પીવાનું પાણી સ્વચ્છ મળી રહે તે માટે ATM બનાવવામાં આવ્યા
વોટર ATM ઓટોમેટિક વોટર વેન્ડિંગ મશીન છે, જે ક્લીન આરઓ ફિલ્ટર્ડ, ચિલ્ડ ડ્રિન્કિંગ વોટર આપે છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે આ વોટર ATM સ્થાપિત કરવા પિરામલ વોટર પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું હતું. તેમજ કમળો, ડાયેરિયા, ટાઇફોઇડ વગેરે જેવા પાણીજન્ય રોગોનું પ્રમાણ ઘટ્યું છે.