અમદાવાદ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજના સમયે રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે કેસમાં ષડયંત્રકાર તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ પૂર્વ સાંસદ અતિક અહેમદનું પર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશ પાલ અને ગનમેનની હત્યા મામલે ઉત્તર પ્રદેશ પોલીસે અતિક અહેમદની પૂછપરછ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની થશે પુછપરછ : અતિક અહેમદ રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે. વર્ષ 2004માં અતિક અહેમદે ઉત્તરપ્રદેશની ફૂલપુર લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના પક્ષમાં ટિકિટ લઈને જીત મેળવી હતી. જે પહેલા અતિક અહેમદ ઇલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતો, પરંતુ તેઓના સાંસદ બન્યા પછી તે સીટ ખાલી થઈ હતી અને થોડાક સમય પછી પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. જે સીટ પર સમાજવાદી પાર્ટીએ અતિક અહેમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. જે ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી ઉમેદવાર રાજુ પાલે અતિક અહેમદના નાના ભાઈને હરાવ્યો હતો.
રાજુ પાલની ગોળી મારીને કરી હતી હત્યા : જાન્યુઆરી 2005 ના દિવસે પહેલી વાર ધારાસભ્ય બનેલા રાજુ પાલની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં દેવીપાલ અને સંદીપ યાદવ નામના બે વ્યક્તિઓના પણ મોત થયા હતા. જે ગુનામાં અતિક અહેમદ મુખ્ય આરોપી છે. હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ઉમેશ પાલની પત્નીની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો, જેમાં અતિક અહેમદની સાથે તેનો ભાઈ, પત્ની શાહીસ્તા પરવીન અને તેના બંને દીકરાની સામે ગુન્હે દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Umesh Murder Case: "અતિક હાઈ સિક્યુરિટી બેરેકમાં બંધ, કોઈ શંકાસ્પદ ચીજ મળી નથી" : પોલિસ
અતીક અહેમદ પર યુપી પોલીસે સકંજો કસ્યો છે :અમદાવાદની સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે કેદ ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ પર યુપી પોલીસે સકંજો કસ્યો છે. જેલમાં બંધ અતિક અહેમદ સામે 101 જેટલા ગુના ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે અને ગત સપ્તાહે જ તેને અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ અતિક અહેમદને સાબરમતી જેલમાં કેદી નંબર 17052 આપવામાં આવ્યો છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હવે પાકા કામનો કેદી તરીકે કેદ છે. પાકા કામના કેદી બન્યા બાદ જેલમાં કેદ ગુનેગાર જેલમાં કામ કરતો હોય છે અને તેના બદલે તેને વળતર ચૂકવવામાં આવે છે, જોકે વૈભવી જીવન વિતાવનાર માફિયા અતિક અહેમદે હજુ કોઈ પણ કામ કરવા માટે જેલ વિભાગને જાણ કરી નથી. જેલમાં કામ કરવું ન કરવું એ સ્વૈચ્છિક બાબત હોય છે તેવામાં હવે અતિક આગામી દિવસોમાં કઈક કામ કરે છે કે પછી પોતાનો સમય આરામ કરવામાં જ વિતાવે છે તે તો આવનારો સમય બતાવશે.
આ પણ વાંચો :Umesh Pal Murder: સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની પત્નીએ કહ્યું- મારા પતિને મારવાની થાય છે સાજીશ
અતિક અહેમદની પુછપરછ યુપી પોલીસ હાથ ધરશે :હાલ અતિક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યુરિટી બેરેકમાં બંધ છે. જેમાં જેલના નિયમ અનુસાર સવારે 6 થી 12 બેરેક ખુલે છે અને તે અન્ય કેદીની જેલ બહાર હોય છે જે બાદમાં 12 થી 4 ફરી હાઈ સિક્યુરિટી બેરેકમાં રહે છે અને સાંજે 4થી 6 બેરેકની બહાર આવ્યા પછી સાંજે 6 થી બીજા દિવસે સવારના 6 સુધી બેરેકમાં બંધ રહે છે. આ અંગે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ એસ.પી. જે. એસ ચાવડાએ જણાવ્યું હતું કે, યુપી પોલીસ દ્વારા કોર્ટમાંથી પુછપરછ માટેનો આદેશ સાબરમતી જેલમાં આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અતિક અહેમદની પુછપરછ યુપી પોલીસ પુછપરછ હાથ ધરશે. આજે તેઓ માત્ર અલતીમેશન આપવા આવ્યા હતા.