Atiq ahmed Case: આતિક અહેમદને આજીવન કેદની સજાના એલાન બાદ સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો અમદાવાદઃઉત્તર પ્રદેશ પોલીસ મંગળવારે રાત્રે અતિક અહેમદને લઈને ગુજરાત આવવા રવાના થઈ હતી. એ પહેલા રવિવારે પ્રયાગરાજ પોલીસની 45 અધિકારીઓની ટીમે કડક સુરક્ષા વચ્ચે અતિક અહેમદને અમદાવાદથી ઉત્તર પ્રદેશ લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. મંગળવારે સવારે પ્રયાગરાજની કોર્ટમાં અતિક અહેમદ સામેના કેસનો ચુકાદો હોવાથી કોર્ટના આદેશ અનુસાર તેને હાજર રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અતીક અહેમદે કહ્યું 'શાનો ડર', અને થયો અકસ્માત, જુઓ LIVE VIDEO
સુરક્ષા વચ્ચે શિફ્ટઃઅતિક અહેમદને સંભળાવવામાં આવેલી આજીવન કેદની સજા સામે તેણે મીડિયા સમક્ષ હાઇકોર્ટમાં જવાની પણ વાત કરી હતી. મહત્વનું છે કે માફિયા અતિક અહેમદ સામે અપહરણ હત્યા સહિત 101 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. તેને પ્રથમ વાર આ કેસમાં સજા ફટકારવામાં આવી છે. હવે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં તે પાકા કામના કેદી તરીકે કેદ રહેશે.
જેલમાં જિંદગીઃ ઉત્તર પ્રદેશમાં અતિક અહેમદ સામે રાજુપાલ હત્યા કેસ અને ઉમેશ પાલ હત્યા કેસ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી આગામી દિવસોમાં તેને ટ્રાન્સફર વોરંટથી ઉત્તર પ્રદેશ લઈ જવાઈ શકે છે. અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશથી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં વર્ષ 2019 માં મોકલવામાં આવ્યો હતો. જેથી તેની સામેના ચુકાદાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને પરત સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Umesh Pal Murder Case: મારા પતિ ઉમેશ પાલ મર્ડર કેસમાં સામેલ નથી,
સાબરમતી માટે અપીલઃ જોકે આજીવન કેદની સજા સાંભળતા જ તેણે કોર્ટમાં પોતાને સાબરમતી જેલમાં જ મોકલવામાં આવે તેવી અપીલ પણ કરી હતી. અપહરણ કેસમાં અતિક અહેમદ સહિત 3 ને આજીવન કેસની સજા ફટકારવામાં આવી છે. જ્યારે તેના ભાઈ અશરફ સહિત સાથ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. જોકે, પ્રયાગરાજથી અમદાવાદ સુધી કડક પોલીસ સુરક્ષા વચ્ચે અતિકને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો.