અમદાવાદ:અમદાવાદ સાબરમતી નદીપર બનાવમાં આવેલ ફૂટ વે બ્રિજની કામગીરી(Foot over bridge in Ahmedabad) કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ડે. મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ, પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરૂણસિંહ રાજપૂત ચાલી રહેલી કામગીરીની નિરીક્ષણ કર્યું હતું. સાબરમતી રિવફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર એલીસબ્રીજ અને સરદાર બ્રીજની વચ્ચે અંદાજિત 74 કરોડના ખર્ચે આફૂટ વે બ્રિજ( Atal Foot Way Bridge)બનાવવામાં આવ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પેડેસ્ટ્રિયન અને સાયકલલીસ્ટને સરળતાથી જોઈ શકાશે.
આ પણ વાંચોઃરિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2 માં બનશે શહીદ પાર્ક
અટલ બ્રિજ એન્જિનિયર અજાયબી તરીકે ઓળખાશે -આ બ્રિજને પંતગ જેવો શેપ(Foot Over Bridge) આપવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજ 4 પીલ્લરના સપોર્ટ પર 300 મીટરનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે આ બ્રિજ (Sabarmati bridge)વચ્ચે કાચ લગાવવામાં આવ્યા છે જે કાચ પરથી નદીનું પાણી જોઈ શકાશે. આ કાચ એટલા મજબૂત છે 1000 કિલો જેટલું વજન પણ જીલી શકે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જણાવ્યુ હતું કે આ બ્રિજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું અને આ બિર્જનું નામ પણ અટલજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે અમદાવાદ શહેર નવું નજરાણું (Sabarmati new bridge)મળવા જઈ રહ્યું છે. આ ભારતનો પ્રથમ નદી પરનો આવો ફૂટ વે બ્રિજ પ્રથમ હશે.