ગુજરાત

gujarat

ETV Bharat / state

સાણંદમાં એક જ રાતમાં ત્રણ ફ્લેટમાં ચોરી, તસ્કરો CCTVમાં થયા કેદ - Midnight theft in sanand flats of Ahmedabad

અમદાવાદના સાણંદમાં તસ્કરોએ એક જ રાતમાં ત્રણ જગ્યાએ ચોરી કરી (Midnight theft in sanand flats of Ahmedabad) તરખાટ મચાવી દીધો હતો. ચાર જેટલા અજાણ્યા શખ્સોએ ફ્લેટમાં ઘૂસીને લાખો રૂપિયાની ચોરી કરતા આ મામલે પોલીસ ફરિયાદ (Sanand Police Station) નોંધાઈ હતી. તો પોલીસે હવે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

સાણંદમાં એક જ રાતમાં ત્રણ ફ્લેટમાં ચોરી, તસ્કરો CCTVમાં થયા કેદ
સાણંદમાં એક જ રાતમાં ત્રણ ફ્લેટમાં ચોરી, તસ્કરો CCTVમાં થયા કેદ

By

Published : Dec 14, 2022, 11:29 AM IST

ફરિયાદી સાસરીએ જતા થઈ ચોરી

અમદાવાદશહેરના સાણંદમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે સાણંદમાં એક જ રાતમાં ત્રણ ફ્લેટમાં ચોરી (Midnight theft in sanand flats of Ahmedabad) કરી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરો શુભમ 1 એપાર્ટમેન્ટ (Shubham 1 Apartment), અષ્ટવિનાયક એપાર્ટમેન્ટ (Ashtavinayak Residency) અને એકલિંગજી એપાર્ટમેન્ટમાં (Eklingji Apartment) ત્રાટક્યા હતા. અહીંથી તેઓ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા. તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફ્લેટમાં લાગેલા CCTV ફૂટેજના (Thieves captured in CCTV) આધારે આરોપીઓને પકડવાની તજવીજ (Ahmedabad Crime News) શરૂ કરી છે.

ફરિયાદી સાસરીએ જતા થઈ ચોરી સાણંદમાં શુભમ-1 એપાર્ટમેન્ટમાં (Shubham 1 Apartment) રહેતા પ્રદિપદાન ગઢવીએ ફરિયાદ નોંધાવી છે. તેઓ સ્કાયલાઈન ફ્લેટની (Skyline Flats) નીચે એક મેડીકલ સ્ટોર ધરાવે છે. 5 દિવસ પહેલા તેમના પત્ની સાસરીમાં ગયા હતા અને તેઓ એકલા હોવાથી સાણંદ ખાતે આવેલા મકાનને તાળું મારીને ચેખલા ગામથી અપડાઉન કરતા હતા.

ફરિયાદી 11મીએ ઘરે આવતા ચોરીની જાણ થઈ 11 ડિસેમ્બરે સાંજે ચાર વાગે (Midnight theft in sanand flats of Ahmedabad) તેઓ સાણંદ ખાતેના મકાને આવ્યા હતા અને દરવાજો ખોલવા જતા મકાનમાં લાગેલું તાળું તૂટેલું હતું. દરવાજો ખોલીને અંદર જોતા બેડરૂમમાં સામાન વેરવિખેર હાલતમાં હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના જેની કિંમત 3,87,000 થાય તે ચોરી (Theft in Sanand flat) થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.

સોનાચાંદી લઈ તસ્કરો ફરાર ચોરીની બીજી ઘટના ફરિયાદીની સોસાયટીની નજીકમાં આવેલી અષ્ટવિનાયક રેસીડેન્સીમાં અને એકલિંગી રેસીડેન્સી 2માં (Eklingji Apartment) બની હતી. અષ્ટવિનાયક રેસિડેન્સીમાં (Ashtavinayak Residency) રહેતા અર્પણ સોનીના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી (Theft in Sanand flat) થઈ હતી અને એકલિંગજી રેસીડેન્સી 2માં રહેતા રોનક ધોબીના મકાનમાંથી પણ ચોરી (Ahmedabad Crime News) થઈ હતી.

ચોર દિવાલ કૂદીને આવ્યા હતા મકાનમાં જોકે, ચોરીની આ ત્રણે ઘટના ફ્લેટમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં (Thieves captured in CCTV) કેદ થઈ હતી, જેમાં ચાર જેટલા શખ્સો ચોરીને (Theft in Sanand flat) અંજામ આપતા હોય અને ફ્લેટની બાજુની દીવાલ કૂદીને ફ્લેટમાં પ્રવેશ કરતા હોય તે પ્રકારનું જોવા મળ્યું હતું. આના આધારે સાણંદ પોલીસ મથકે (Sanand Police Station) ફરિયાદ નોંધાતા સાણંદ પોલીસ અને ગ્રામ્ય LCBની ટીમે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી ચોર ટોળકીને પકડવાની તજવીજ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details