મીન:શેરસટ્ટાની પ્રવૃત્તિમાં આપને આર્થિક લાભ થશે. લગ્ન કરવા ઇચ્છતા યુવક- યુવતીઓની ઇચ્છાપૂર્તિ થાય. નોકરી- વ્યવસાય ક્ષેત્રે લાભ થાય. ગૃહસ્થજીવનનો આનંદ માણી શકશો. પરિવારમાં સુખશાંતિ છવાયેલી રહેશે. મનોહર સ્થળે પ્રવાસ થાય. મિત્રવર્તુળથી લાભ થાય. મધ્યાહન બાદ આપને કોઇ કારણસર માનસિક ચિંતા રહે. ધાર્મિક કાર્ય પાછળ ધનખર્ચ થાય. આવકના પ્રમાણમાં ખર્ચ વધે. પરિવારની શાંતિ જળવાશે.
મેષ: ઉઘરાણી પ્રવાસ અને આવક વગેરે માટે આજનો દિવસ સારો છે. વેપારને લગતા કાર્યોમાં લાભ થાય. મિત્રો આપ્તજનો અને સરકાર દ્વારા લાભપ્રાપ્તિ થાય. અકસ્માતથી સાચવવું. સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આપને ત્યાં શુભ પ્રસંગોનું આયોજન થાય. શેર-સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. પત્નીનું આરોગ્ય ચિંતા કરાવે.
વૃષભ: આપનો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓનું મિશ્રણ હશે. વ્યવસાયમાં આપ નવી વિચારસરણીનો અમલ કરશો. આળસ અને કંટાળો દૂર કરવા માટે રુટિન કામમાંથી વિરામ લઈને મનગમનતી પ્રવૃત્તિઓ કરી શકો છો. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું. આજે આગ તથા પાણીથી થતા અકસ્માતથી સાવચેત રહેવાની સલાહ છે. વેપારીઓને ઉઘરાણી અર્થે કરેલી મુસાફરીથી લાભ થાય. નોકરીમાં બઢતી મળશે. બાળકોની પ્રગતિ થાય અને ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહે.
મિથુન: આપને આજે નકારાત્મક વિચારસરણી ન ધરાવવાની સલાહ આપવામાં આવે છે. ખાવાપીવામાં ધ્યાન રાખવું. વાહન ચલાવતાં સંભાળવું. આકસ્મિક ધનખર્ચ થાય. કોઇક કારણસર અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઉભો થાય. બપોર પછી આપ બૌદ્ધિક કે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેશો. આપની માનસિક અસ્વસ્થતા ઓછી હશો. સંતાનોની બાબતોમાં તમારે સમય અને ખર્ચ બંને આપવા પડશે. ધનવ્યયથી બચવું.
કર્ક:આજે આપ કોઇક સાથે લાગણીના સંબંધે બંધાશે. આપ વધુ પડતા ભાવનાશીલ રહેશો. વિજાતીય સંબંધો તરફ આપને વિશેષ આકર્ષણ રહેશે. મોજશોખ, મનોરંજનથી મન પ્રફુલ્લિત રહેશે. તેમાંય મિત્રો અને પ્રિયપાત્રનો સહવાસ સોનામાં સુગંધ ભેળવશે. બપોર પછી આપની તંદુરસ્તીની કાળજી લેવી પડશે. વાહન ચલાવતાં સાવચેતી રાખવી. ક્રોધને કાબૂમાં રાખવો. વાણીમાં ઉગ્રતા ટાળવી. નવા કામની શરૂઆત માટે દિવસ સારો નથી.
સિંહ: વર્તમાન સમયમાં આપના વેપાર કે ધંધાનું વિસ્તરણ થશે. વ્યવસાય અને નાણાં અંગેનું આયોજન પણ કરી શકશો. યોગ્ય કારણસર ધનખર્ચ થાય. સ્ત્રી મિત્રો સાથે મેળાપ થાય. દેશવિદેશમાં વ્યવસાય કરનારાઓને ફાયદો થશે. દલાલી, કમિશન, વ્યાજ વગેરેની આવકમાં વૃદ્ધિ થવાથી આપને નાણાંની છૂ૮ રહેશે. પ્રબળ ધનલાભના યોગો છે. કાર્યોમાં સફળતા મળે. તંદુરસ્તી સારી રહે.