ગુજરાત

gujarat

ETV Bharat / state

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે..? જાણો તમારુ રાશિફળ - મંગળવારનું રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે સારો કે ખરાબ અથવા તો લાભદાયી નિવડશે કે શું તે જાણવા માટે જૂઓ રાશિફળ.

etv bharat

By

Published : Oct 8, 2019, 6:57 AM IST

Updated : Oct 8, 2019, 7:44 AM IST

મીન: આપ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકશો. સમાજને લગતી પ્રવૃત્તિઓમાં આપ ભાગ લેશો. આપને મિત્રો અને વડીલો પાસેથી સારી મદદ મળશે. આપનું મિત્રમંડળ બહોળું બનશે. નોકરી કે વ્યવસાયમાં આપની આવક વધશે. આપને પત્ની અને સંતાન તરફથી ફાયદો થાય. કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. લગ્નનો યોગ પણ સારો છે. આપ પ્રવાસની યોજના બનાવો તેવી પણ શક્યતા જણાઈ રહી છે.

મેષ:આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.

વૃષભ: વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્‍યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્‍ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન: કોઇ પ્રકારના અનિષ્‍ટને ટાળવા માટે આજે ક્રોધની લાગણીને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીને રોગોપચાર માટે નવી સારવાર કે ઓપરેશન કરાવવા માટે અનુકૂળ દિવસ નથી. ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ અનુભવાય. કુટુંબીજનો અને સહકર્મચારીઓ સાથે મનદુ:ખ ટાળવા માટે વર્તન સૌમ્ય રાખવું અને દરેકને આદર આપવો. આરોગ્‍યની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. ઇશ્વરની પ્રાર્થના, તેમજ જાપ કરવાથી હળવાશ અનુભવશો.

કર્ક:વૈભવી મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓથી આજે આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. વિજાતીય આકર્ષણ વધારે રહે અને વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાત મનને રોમાંચિત કરશે. મોજશોખના સાધનો, નવાં વસ્‍ત્રો, આભૂષણો, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાંપત્‍યસુખ મળે. વ્‍યવસાય ક્ષેત્રે આપને લાભ થાય. આરોગ્‍ય સારું રહેશે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. યાત્રા- પ્રવાસ થાય.

સિંહ: આજનો દિવસ મિશ્રફળદાયી પસાર થાય તેવા સંજોગો બની રહ્યા છે. ઘરમાં શાંતિનું વાતાવરણ હોય. નોકરીના ક્ષેત્રે સહકાર્યકરોનો સહકાર મળે. રોજિંદા કામો સારી રીતે પાર પડે. શત્રુઓ અને હરીફોનો પરાજય થાય. નોકરીમાં ઉચ્‍ચ હોદ્દેદારો સાથે વાદવિવાદ ટાળવો. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર આવે. ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આજે તમારામાં રહે આરોગ્‍ય સામાન્‍ય રહે. વધુ મહેનતે ઓછું ફળ મળે.

કન્યા:આજના દિવસમાં મનમાં કોઈ સામાન્ય બાબતે ચિંતા થઈ શકે છે. નાની-નાની વાતો પર વધુ પડતા લાગણીશીલ થવું નહીં. પેટની સમસ્‍યાઓથી બચવા માટે ભોજન સમયસર લેવું અને અતિશય ભોજન ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં ઈચ્છિત સફળતા માટે મહેનત વધારવી પડશે. ઓચિંતો ધન ખર્ચ આવી પડે. બૌદ્ધિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. પ્રિયજન સાથે મેળાપ થાય. વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.

તુલા:આજે આપે વિરોધીઓ અને હિતશત્રુઓથી સાવધાન રહેવું પડશે. સતત વિચારોને કારણે આપની માનસિક સ્થિતિ ડામાડોળ હશે. સ્ત્રીવર્ગને લગતી ચિંતાઓ રહ્યા કરે. આજે મુસાફરી ટાળવી હિતાવહ છે. ભોજન સમયસર લેવાની સલાહ છે. વારસાગત મિલકત વિશે સાવધાનીપૂર્વક આગળ વધવું જોઇએ.

વૃશ્ચિક:આપનો વર્તમાન સમય આપને નાણાકીય લાભ અપાવશે અને ભાગ્‍યવૃદ્ધિ કરશે. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. નવું કાર્ય હાથ પર લેવા માટે શુભ સમય છે. પ્રિયતમાનું સાનિધ્‍ય મનને આનંદ આપે. નાનકડા પ્રવાસનું આપ આયોજન કરી શકો. માનસિક પ્રસન્‍નતા રહે. હરીફો સામે વિજય મળે.

ધન: આપનું મન આજે એકસાથે ઘણા વિચારોમાં અટવાયેલું રહેશે. જેથી આપ કોઇ ચોક્કસ નિર્ણય પર ન આવી શકો. પરિવારમાં સૌહાર્દ વાતાવરણ જાળવી રાખવા માટે વધુ પ્રયાસ કરવા પડે. નિર્ધારિત કાર્યો પાર પાડવા માટે મહેનત વધારવી પડશે અને બીજાની મદદની પણ જરૂર પડે. મહત્‍વના નિર્ણયો આજે ન લેવાની સલાહ આપવામાં આવે છે. ઘર કે નોકરીમાં કાર્યબોજ વધશે.

મકર: ઇશ્વરના નામ સ્‍મરણ સાથે આજે આપની શુભ સવારની શરૂઆત થશે. ધાર્મિક પૂજનવિધિ થાય. ગૃહસ્‍થ જીવનમાં મંગલકારી વાતાવરણ રહે. દોસ્‍તો, સગાંસ્‍નેહીઓ આપને ભેટસોગાદોથી ખુશ કરી દેશે. નોકરી- ધંધાના સ્‍થળે પણ આજે આપનું પ્રભુત્‍વ રહેશે. ઉપરી અધ‍િકારીઓ તમારા કામથી સંતુષ્‍ટ રહેશે ને તમારા પર ખુશ રહેશે. આપના કાર્યો આજે સરળતાપૂર્વક પાર પડે. આજે આપ અનુકૂળ પરિસ્થિતિનો લાભ લઇ શકશો. માનસિક શાંતિ જળવાશે. શારીરિક પીડાથી સંભાળવું.

કુંભ:આજે શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેવાની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખજો. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવું તેમજ કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા વધારવી પડશે. કોઇ સાથે ગેરસમજ ટાળવી. ક્રોધને જેટલો અંકુશમાં રાખશો એટલા ફાયદામાં રહેશો. પારકાનું ભલું કરવામાં તમારી પોતાની સમસ્યાઓ વધી ના જાય તેનું ધ્યાન રાખવું. અકસ્‍માતથી સંભાળવું.

Last Updated : Oct 8, 2019, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details