ગુજરાત

gujarat

ETV Bharat / state

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂં રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ આજનું રાશિફળ.

રાશિફળ

By

Published : Oct 26, 2019, 5:46 AM IST

મેષઃ આજનો દિવસ નાણાંકીય અને વ્યવસાયિક દૃષ્ટિએ ફાયદાકારક રહેશે. આપના લાંબાગાળાના આર્થિક આયોજનો પાર પડશે. વ્યવસાય નવી યોજનાઓ બનાવી શકશો. આપે લોકહિત માટે કરેલા કાર્યોથી આપનું મન આનંદમાં રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપ સતત લોકોના સંપર્કમાં રહેશો. આપ વિરોધીઓને મ્હાત આપી શકશો.

વૃષભઃઆપ આજે મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મેળવી શકશો છતાં આપ દૃઢતાપૂર્વક આપનું કામ આગળ વધારશો. આપ આપના વર્તન અને વાણી દ્વારા લોકોને પ્રભાવિત કરી શકશો અને તેમના તરફથી લાભ મેળવી શકશો. આપની સૌમ્ય વાણીને કારણે આપ નવા સંબંધો બાંધી શકશો. આજે કલા અને સાહિત્યક્ષેત્રે રસ દાખવશો. અભ્યાસમા આગળ વધવા માટે પણ સમય સારો છે. બહારનું ખાશો નહીં, તેના કારણે પેટની તકલીફ થઇ શકે છે.

મિથુનઃ વધુ પડતી લાગણીશીલતા આપના મનને અજંપાથી ભરી દેશે. આપે પાણી અને સ્ત્રીઓથી બચીને રહેવુ પડશે. માતા બાબતે આજે તમે વધુ સંવેદનશીલ રહો. પરિવાર કે જમીન મિલકતને લગતા પ્રશ્નો હાથ પર લેવા માટે સમય યોગ્ય નથી. આપની પૂરતી ઊંઘ ન મળતા આપનું શરીર અને મન અસ્વસ્થતા અનુભવે. કામના ભારણના પ્રમાણમાં ભોજન અને આરામ પર ધ્યાન આપવું.

કર્કઃઆજના દિવસ દરમ્‍યાન આપ તન મનથી પ્રફુલ્લિતતા તાજગીનો અનુભવ કરશો. નવા કાર્યનો આરંભ કરવા માટે સારો દિવસ છે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. કાર્ય સફળતાથી આપના ઉત્‍સાહમાં વધારો થશે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકો. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રિયપાત્રના સહવાસથી મન રોમાંચિત બને. અન્‍યો સાથે લાગણીસભર સંબંધો બંધાય. આનંદમય પ્રવાસ થાય. નાણાકીય લાભ થાય. જાહેરમાં માન- સન્‍માન મળે.

સિંહઃઆપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. આજનો દિવસ આર્થિક લાભાલાભનો કહી શકાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. દૂર દૂરના લોકો સાથેના સંદેશા વ્‍યવહારથી ફાયદો થાય. આજે કુટુંબીજનોનો સારો સાથ સહકાર મળી રહેશે. સ્‍ત્રી મિત્રો પણ તમારી મદદે આવશે. આંખ કે દાંતની તકલીફોથી રાહત મળે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આજે આપ વાણીના માધુર્યથી કોઇનું મન જીતી શકો. ધાર્યા કામોમાં સફળતા મળવાની શક્યતાઓ ઓછી છે.

કન્યાઃઆજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ સુમેળભર્યા લાભપ્રદ સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ, ઉપહારો અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્‍વસ્‍થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથેની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.

તુલાઃઆજના દિવસે આપને તબિયતની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. સહેજ પણ અસંયમિત કે અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે. તેથી તે બાબતે ધ્યાન રાખવું. અકસ્‍માતથી સાવધાન રહેવું. આવક કરતાં ખર્ચનું પ્રમાણ આજે વઘારે રહે. વ્‍યાવસાયિક વ્‍યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી થવાની શક્યતા હોવાથી વાણી પર સંયમ દાખવવો જરૂરી છે. બીજી વ્યક્તિના ઝગડા કે ટંટાફિસાદમાં ન પડવું. કોર્ટકચેરીના કાર્યો સંભાળપૂર્વક કરવા. સગાસંબંધી સાથે અણબનાવ થવાના યોગ છે. આઘ્‍યાત્મિક વલણ મદદરૂપ થશે.

વૃશ્ચિકઃ નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સ્રજાય. પુત્ર તેમજ પત્‍નીથી લાભ. વડીલો અને વડીલ બંધુ પણ આપના લાભમાં નિમિત્ત બનશે. સ્‍નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધનઃ આજનો દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપ આર્થિક બાબતોનું આયોજન સારી રીતે કરી શકો. આજે આપ અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરો. આજે દરેક કાર્ય સફળતાથી પૂર્ણ થાય. બિઝનેસ અંગેનું આયોજન થાય. આનંદપ્રમોદ સાથે દિવસ પસાર થાય. વેપાર અર્થે પ્રવાસની સંભાવના છે. વિચારોમાં વધુ દૃઢતા સાથે ઉપરી અધિકારીઓથી લાભ થાય. હોદ્દામાં બઢતી મળે. માન- સન્‍માન મળે. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહે. પિતા અને વડીલવર્ગ તરફથી લાભ થાય.

મકરઃઆપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે, પરંતુ બૌદ્ધિક કાર્યો કરવા માટે આજે શુભ દિવસ છે. આજે લેખન પ્રવૃત્તિ કે સાહિત્યિકને લગતી કોઇપણ પ્રવૃત્તિ સારી રીતે કરી શકશો. આ અંગે આપ આયોજન પણ ઘડી શકો. સરકારી કાર્યોમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે. શરીરમાં થોડો થાક અને કંટાળો રહે. મનની પરિસ્થિતિ ચિંતાગ્રસ્‍ત રહો.

કુંભઃ વધુ પડતા વિચારોથી આજે માનસિક થાક અનુભવશો. બિનજરૂરી વિચારોના બોજથી દૂર રહેવું. ક્રોધની લાગણી અંકુશમાં રાખવી. કાયદા વિરોધી અથવા પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યો અને નકારાત્‍મક વિચારોથી વેગળા રહેવું. વાણી પર સંયમ રાખશો એટલું અસરકારક કમ્યુનિકેશન કરી શકશો. પરિવારમાં કોઈની સાથે વિવાદ ટાળવાની સલાહ છે. નાણાંભીડથી બચવા આર્થિક મોરચે પૂર્વાયોજન કરવું. ઇશ્વરનું નામ અને આધ્યાત્મિક વિચારો આપના મનને હળવું બનાવશે.

મીનઃ આજે વેપારીઓ માટે ખૂબ ઉજળી તકો જુએ છે. વ્‍યવસાયમાં ભાગીદારી કરવા માટે પણ શુભ સમય છે. સાહિત્‍ય સર્જકો, કલાકારો અને કસબીઓ પોતાની સર્જનાત્‍મકતા નિખારી શકશે, અને કદર પામશે. પાર્ટી પિકનિકના માહોલમાં મનોરંજન માણી શકશો. દાંપત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકશો. નવા વસ્‍ત્રો આભૂષણો કે વાહનની ખરીદી થાય.

ABOUT THE AUTHOR

...view details