ગુજરાત

gujarat

ETV Bharat / state

શનિવાર અપાવી શકે છે તમને શાંતિ...! જાણો તમારુ રાશિફળ - રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology

By

Published : Oct 12, 2019, 5:45 AM IST

મીન:આજે આપ આનંદ ઉત્‍સાહ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. નવા કામની શરૂઆત લાભદાયી નીવડશે. મિત્રો સ્‍વજનોના સહવાસમાં સુંદર ભોજનનો આનંદ ઉઠાવવાનો અવસર પ્રાપ્‍ત થાય. પ્રવાસયાત્રાનો યોગ છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. ધારેલા કાર્યો સફળ થાય. દાંપત્‍યજીવનમાં સુખ અનુભવાય. પરિવારમાં શાંતિનો માહોલ જળવાશે.

મેષ: આજે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. ખાસ કરીને શરદી, કફ, તાવની પીડા જેવી ઋતુગત સમસ્યાઓ થઈ શકે છે. બીજાની પળોજણોમાં પડવાનું ટાળીને પોતાના કામથી મતલબ રાખવો. જરૂર ખર્ચને ધ્યાનમાં રાખીને નાણાંની જોગવાઇ અગાઉથી કરવી. લલચામણી ઓફરોમાં સપડાવ નહીં તેનું ધ્‍યાન રાખવું. જમીન મકાન વગેરેના દસ્‍તાવેજોમાં સતર્ક રહેવું. માતાનું સ્‍વાસ્‍થ્‍ય સંભાળવાની આપને સલાહ આપવામાં આવે છે. કોઇના જામીન ના થવાની ખાસ સલાહ છે.

વૃષભ: આજે આપની આવક અને વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે. વેપારમાં નવા લાભકારક સંપર્કો થાય. કુટુંબીજનો અને મિત્રો સાથે હસીખુશીની પળો માણવાની તક મળે. પ્રવાસ પર્યટનનો યોગ છે. આજે ખાસ મહિલાવર્ગથી આપને ફાયદો થાય. જીવનસાથી સાથેના સંબંધોમાં ગાઢ આત્‍મીયતાનો અનુભવ કરશે. ભાઇભાંડુઓથી તેમજ વડીલવર્ગથી લાભ થાય. તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

મિથુન: આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્‍નતા અનુભવશો. માન સન્‍માનમાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે.

કર્ક: શરીર અને મનમાં આનંદની અનુભૂતિ થશે. આપની ભાગ્ય વૃદ્ધિ પણ થઇ શકે છે. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. ધર્મને લગતા કામકાજથી કે દર્શનાર્થે બહાર જવાનું થાય. પરિવારજનો સાથે આનંદની પળો માણી શકશો. વિદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે સમય સારો છે. અચાનક આર્થિક લાભ થઇ શકે. નોકરીમાં પણ લાભ થવાની શક્યતા છે.

સિંહ: આપે સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવી જોઇએ. સ્વભાવ વધુ શાંત રાખવો અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. પરિવારજનો સાથે શક્ય હોય એટલે વધુ સમય ફાળવવો અને તેના દિલની વાત સમજવાનો પ્રયાસ કરવો. ખાવા-પીવામાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા નકારી શકાય નહીં. મનમાં ધાર્મિક અને સકારાત્મક વિચારોનો સંચાર થાય તેવા પ્રયાસો વધુને વધુ કરવા. ખોટા કાર્યોમાં ન ફસાઇ જાવ તેનું ધ્યાન રાખવું પડે. ધાર્મિક બાબતોમાં રસ લેવાથી માનસિક શાંતિ મળી શકે.

કન્યા: આપ સમાજમાં યશ પ્રતિષ્ઠા અને નામના મેળવી શકશો. સ્ત્રીઓથી ફાયદો થઇ શકે. લગ્નજીવનમાં આનંદનો અનુભવ થશે. નવા પરિધાન તેમ જ અલંકારો ખરીદી શકશો. વિજાતીય પાત્રને મળવાનું થાય અને તેમની સાથે સંબંધો વધે. આ સમય ભાગીદારી કરવા ઇચ્છતા લોકો માટે પણ સારો છે. પ્રવાસના યોગ પણ જણાઈ રહ્યા છે.

તુલા:આજે નોકરીમાં લાભ તેમજ પ્રગતિના યોગ છે. પરિવારમાં વાતાવરણ સુખ શાંતિથી ભરપૂર રહે. વિરોધીઓ સામે જીત મેળવી શકશો. સહકાર્યકરો આપની મદદે આવશે. મોસાળમાંથી શુભ સમાચાર મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે તેમ જ આપને માનસિક ખુશી અનુભવાશે.

વૃશ્ચિક: આપને સાહિત્ય તેમ જ કલાને લગતી પ્રવૃત્તિઓમાં ખાસ રસ વધશે. આપ બૌદ્ધિક ચર્ચામાં ભાગ લઇ શકશો. વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે. આર્થિક યોજના સારી રીતે પાર પાડશો. આપની મહેનતનું યોગ્ય ફળ મળતું જણાય. સંતાન તરફથી પણ સારા સમાચાર મળે અને વિજાતીય વ્યક્તિ તરફ ખેંચાણ અનુભવાય તેવી શક્યતા છે.

ધન:આજે આપને વધુ પડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી અતિ લાગણીશીલ થવાનું ટાળજો અને દરેક બાબતને વ્યવહારુ અભિગમથી જોવી. આરોગ્‍યની બાબતમાં પણ આજનો દિવસ થોડી કાળજી લેવી પડશે તેવા સંજોગો બની રહ્યા છે. અનિદ્રાની તકલીફ હોય તો અત્યારે આરામ પર વધુ ધ્યાન આપવું.

મકર:આપનો આજનો દિવસ આનંદમાં પસાર થશે. સંજોગો સારા હોવાને કારણે દરેક કાર્ય સરળતાથી પાર પડે.માનસિક ખુશી પણ અનુભવાશે. વેપારમાં નાણાંકીય ફાયદો થઇ શકે. ભાગીદારીથી લાભ થાય. સહોદરો સાથે આનંદમાં સમય પસાર થશે. આજે નવા કામની શરૂઆત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ હોવાથી તેઓ સફળતા મેળવી શકશે. મિત્રો અને સ્વજનોને મળવાનું થાય અને ખુશીનું વાતાવરણ રહે.

કુંભ: મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. અગત્‍યના નિર્ણયો લેવામાં આજે જરૂર પડે તો બીજાની સલાહ લઈ શકો છો. વાણી પર સંયમ રાખશો તો કુટુંબીજનો સાથે કોઈપણ પ્રકારના તણાવની સ્થિતિ ટાળવી શકશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્‍યની પણ સંભાળ લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ સમય છે. નકારાત્‍મક વિચારો મનમાંથી હટાવી દેવાની સલાહ છે.

ABOUT THE AUTHOR

...view details