ગુજરાત

gujarat

ETV Bharat / state

જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યપ્રધાને આપી હાજરી - જીતોની નવી ટીમનું ઈન્સ્ટોલેશન

જૈન સમાજનું વૈશ્વિક સ્તરે કાર્યરત સંગઠન (A globally active organization)છે.જેના અમદાવાદ ચેપ્ટરના ચાલુ વર્ષના નવનિયુક્ત ચેરમેન ચેતન શાહ તથા તેમની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જૈન વિદ્યાર્થીઓને સરકારી સેવાઓમાં નોકરી મળે તેવું કોચિંગ અપાય છે. કેન્દ્ર અને ગુજરાતમાં મળીને 500 થી વધુ જૈન વિધાર્થીઓએ તાજેતરમાં સરકારી નોકરી મેળવી છે.

જૈન સમાજને મુખ્યપ્રધાનની સહકારની ખાતરી
જૈન સમાજને મુખ્યપ્રધાનની સહકારની ખાતરી

By

Published : Oct 13, 2021, 1:48 PM IST

  • જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વૈશ્વિક સ્તરે કાર્યરત સંગઠન
  • કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે હાજરી આપી
  • જરૂિયતામંદ જૈન પરિવારોને ઘર બનાવી આપીશું

અમદાવાદઃ જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(Jain International Trade Organization) તે જૈન સમાજનું વૈશ્વિક સ્તરે કાર્યરત સંગઠન (A globally active organization)છે. જેના અમદાવાદ ચેપ્ટરના ચાલુ વર્ષના નવનિયુક્ત ચેરમેન ચેતન શાહ તથા તેમની ટીમનો શપથ ગ્રહણ સમારોહ અમદાવાદના વાયએમસીએ ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના મહામારી સમયમાં કરાયેલા કાર્યોની માહિતી આપી

જો કે કાર્યક્રમના નિર્ધારિત સમય કરતાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બે કલાક મોડા આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાનને સાલ અને મોમેન્ટો અર્પણ કરીને તેમનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (Jain International Trade Organization)ના હોદ્દેદારોએ આ સંસ્થા દ્વારા કોરોના મહામારી સમયમાં કરાયેલા કાર્યોની માહિતી આપી હતી. ભવિષ્યમાં પણ જે કંઈ પ્રોજેક્ટ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવશે તેની માહિતી આપી હતી.

જરૂરિયાતમંદ જૈન પરિવારો માટે ઘર બનશે

જીતોના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જૈન વિદ્યાર્થીઓને સરકારી સેવાઓમાં નોકરી મળે તેવું કોચિંગ અપાય છે. કેન્દ્ર અને ગુજરાતમાં મળીને 500 થી વધુ જૈન વિધાર્થીઓએ તાજેતરમાં સરકારી નોકરી મેળવી છે. જેમાં દરેક વિદ્યાર્થી પાછળ 45 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. જૈન ગરીબ પરિવારના લોકોને આવાસ મળી રહે તે માટે દેશમાં 10 હજાર મકાનોનું બાંધકામ થવાનું છે. દેશમાં જૈનવિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા છાત્રાલયો બનાવવામાં આવી રહ્યા છે.

જૈન સમાજના લોકોને ગુજરાતના વિકાસમાં સાથ અને સહકાર મદદની ખાતરી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાની સાત મિનિટની સ્પીચમાં સૌપ્રથમ તો મોડા આવવા બદલ માફી માંગી હતી. તો બીજી તરફ પોતાના આગવા અંદાજ અને લહેકામાં તેમણે જૈન સમાજના લોકોને ગુજરાતના વિકાસમાં સાથ અને સહકાર આપવા તેમજ તેમને જરૂર પડે ત્યારે મદદની ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃઅનિલ સ્ટાર્ચ કંપનીના નામે કરોડોની ઠગાઇ કરનાર કંપનીના માલિકને જેસલમેરથી પકડી પાડ્યો

આ પણ વાંચોઃકોલસાની ઘટ મામલે હાઇકોર્ટમાં 14મીએ થશે સુનાવણી

ABOUT THE AUTHOR

...view details