ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં કોરોના મૃતકોના 1219 પરિવારને સહાય ચૂકવાઈ - Assistance of Rs. 50,000 to the family of Corona's deceased

કોરોનાની બીજી લહેર (Corona Pandemic )દરમિયાન શહેરમાં અનેક લોકો મૃત્યુ (Death from corona)પામ્યા હતા. દેશમાં આવા લોકોના પરિવારને મદદ કરવાની માંગ ઉઠી હતી.રાજ્ય સરકાર દ્વારા કોરોનાના મૃતકોના (Death from corona)પરિવારને રૂપિયા 50 હજારની આર્થિક સહાય(Assistance of Rs. 50,000 to the family of Corona's deceased) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિનો સબંધી પોતાના વિસ્તારની મામલતદાર કચેરીમાં જઈને ફોર્મ ભરીને ત્યાં જ જમા કરાવી શકે છે. જે માટે તેણે ડેથ સર્ટીફીકેટ અને તે વ્યક્તિનો કોરોના રિપોર્ટ રજૂ કરવાનો રહે છે.

અમદાવાદમાં કોરોના મૃતકોના 1219 પરિવારને સહાય ચૂકવાઈ
અમદાવાદમાં કોરોના મૃતકોના 1219 પરિવારને સહાય ચૂકવાઈ

By

Published : Nov 29, 2021, 8:57 PM IST

  • કોરોના મૃતકોના પરિવારને સહાય કરવાનું શરૂ
  • અમદાવાદમાં કોરોનાના મૃતકોના 1229 ફોર્મ ભરવામાં આવ્યા
  • કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને પરિવારને આર્થિક સહાય

અમદાવાદઃકોરોનાની બીજી (Corona Pandemic )લહેર દરમિયાન શહેરમાં અનેક લોકો મૃત્યુ(Death from corona) પામ્યા હતા. દેશમાં આવા લોકોના પરિવારને મદદ કરવાની માંગ ઉઠી હતી. સુપ્રીમ કોર્ટે (Supreme Court )પણ સરકારને કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓનેપરિવારને આર્થિક સહાયકરવા હુકમ કર્યો છે.

મામલતદાર કચેરીમાં ભરાય છે ફોર્મ

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના મૃતકોના પરિવારને રૂપિયા 50 હજારની આર્થિક સહાય(Assistance of Rs. 50,000 to the family of Corona's deceased)કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. આ મુદ્દે અધિક કલેકટરનો ચાર્જ સંભાળતા જશવંત જેહોડાએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ (Death from corona)પામેલ વ્યક્તિનો સબંધી પોતાના વિસ્તારની મામલતદાર કચેરીમાં જઈને ફોર્મ ભરીને ત્યાં જમા કરાવી શકે છે. જે માટે તેણે ડેથ સર્ટીફીકેટ (Death certificate)અને તે વ્યક્તિનો કોરોના રિપોર્ટ રજૂ કરવાનો રહે છે.

મોટા ભાગે ફોર્મ રિજેક્ટ થતા નથી

જશવંત જેહોડાએ ETV Bharatને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના મૃતકોના સંબંધીઓ દ્વારા કુલ 1229 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાંથી 1219 વ્યક્તિઓને સહાય ચૂકવાઈ ગઈ છે. સરકારની ગાઈડલાઈન અનુસાર કોરોનાને લઈને વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેના સંબંધીને સહાય ચુકવવામાં આવે છે. પરંતુ જો ક્યાંય અસમંજસની સ્થિતિ હોય તો જિલ્લા કલેકટર તેનો નિકાલ લાવે છે.

પુરાવા ન હોય તો શું કરવું ?

જો મૃતકનો પોઝિટિવ ટેસ્ટનો રિપોર્ટ ન હોય, તો તેના સંબંધીએ જ્યાં સારવાર લીધી હોય તે ડોક્ટરનું સર્ટીફીકેટ રજુ કરવાનું રહેશે. જો કોરોના કાળમાં તેઓ કોઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમને દવા લીધી હતી કે પછી દાખલ થયા ન પણ હોય અને ઘરે પણ દવા લીધી હોય તો તેના પુરાવા રજુ કરવાના રહેશે.

આ પણ વાંચોઃ...અને આખરે કોરોનાની જંગ સામે 4 મહિનાના જુગલે મેળવી જીત

આ પણ વાંચોઃOmicron variant alert: આફ્રિકાથી આવેલા 9 લોકો સહિત 351 લોકો ક્વોરન્ટાઈન

ABOUT THE AUTHOR

...view details