સમગ્ર લોકોને હચમચાવી દેનારી આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. લોકો રજાના દિવસે મેળામાં મજા માણવા જતા હોય છે. જેમાં રાઇડ્સની મજા લેતા લોકોનો જમાવડો જોવા મળે છે. ત્યારે, અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં એક રાઇડ ધડાકભેર તૂટી પડી હતી.
કાંકરિયા રાઇડમાં જીવ ગુમાવનાર યુવકને 4 લાખની સહાય - કાંકરિયા રાઇડ્સ
અમદાવાદઃ અમદાવાદ શહેરના કાંકરિયામાં થોડા દિવસો પહેલા એક રાઇડ્સની દૂર્ઘટના સર્જાઇ હતી. આ રાઇડ્સમાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે અકસ્માત થતા રાઈડ્સનો એક ભાગ તૂટી ગયો હતો. જેમાં બે યુવકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

assistance to die young man
કાંકરિયા રાઇડમાં જીવ ગુમાવનાર યુવકને 4 લાખની સહાય, ETV BHARAT
આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમજ, બે લોકોના મોત થયા હતા. જેમાં એક મુસ્લિમ યુવક પણ સામેલ હતો. શહેરના શાહઆલમ ખાતે આવેલા આ પીડિત પરિવારને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ચાર લાખનો આર્થિક સહાય ચેક પૂરો પાડવામાં આવ્યો હતો.