ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓના નેશમાં મોકલવામાં આવી સહાય - Dholera taluka

તૌકતે વાવાઝોડાને કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં ભારે નુક્સાન થયું છે. ધોલેરા તાલુકાના બાવળીયાળી ગામ ખાતે આવેલા નગાલાખા ઠાકર મંદિર( નાનાભાઈ) ભરવાડોની ગુરુગાદી મંદિર દ્વારા જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓના નેશ વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટની સહાય મોકલવામાં આવી હતી.

xx
જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓના નેશમાં મોકલવામાં આવી સહાય

By

Published : Jun 6, 2021, 5:13 PM IST

  • તૌકતે વાવાઝાડાને કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં ભારે નક્સાન
  • સામાજિક સંસ્થા કરી રહી છે સહાય
  • અમરેલી અને જૂનાગઢના નેસમાં મોકલવામાં આવી સહાય

અમદાવાદ: તૌકતે વાવાઝોડમાં દરીયાકાઠાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણું નુક્સાન થયુ છે. સરકાર દ્વારા આવા ગામડાઓમાં સહાય પહોંચાડવામાં આવી છે પણ સામાજિક સંસ્થાઓ પણ પોતાની રીતે સહાય કરી રહી છે. ધોલેરા તાલુકાના બાવળીયાળી ગામ ખાતે આવેલા નગાલાખા ઠાકર મંદિર( નાનાભાઈ) ભરવાડોની ગુરુગાદી મંદિર દ્વારા જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓના નેશ વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટની સહાય મોકલવામાં આવી હતી.

ભારે નુક્સાન

સૌરાષ્ટ્રના માલધારી સમાજ કે જેઓ નેહડામાં રહે છે તેમને વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. તેમને મદદ કરવા સામાજિક અગ્રણી માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજની કીટ, સોલર ફાનસ અને પશુઓ માટે ઘાસચારો મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટર પાકોમાં ભારે નુકસાન: સર્વે

ઘાસચોરાની પણ કમી

તૌકતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રના નેશ વિસ્તારમાં માલધારી સમાજને ભારે નુકસાન થવા પામ્યું હતું ઘાસ ઉડી જવા પામ્યા હતા, ઘર વખરી નાશ પામી હતી. 54 નેસડાના ઘરોને ગંભીર નુક્સાન પણ થયુ. છે પશુઓ માટે ઘાસ પણ નથી. તેમને સહાય મોકલી આપવામાં આવી છે.

આ પણ વાંચો: મહીસાગરમાં તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત 86 મકાનને 22.20 લાખ રૂપિયાની સહાય

ABOUT THE AUTHOR

...view details