ગુજરાત ATSને મળી મોટી સફળતા
- 5 હત્યાનો આરોપી અસ્લામ 10 વર્ષથી નાસતો ફરતો હતો
- ATSના હાથે 10 વર્ષ બાદ લાગ્યો અસ્લામ
- 25-30 હજાર માટે કરતો હતો હત્યા
અમદાવાદઃ વર્ષ 2008થી 2011 દરમિયાન અસ્લામ ઉર્ફે લાલાએ પોતાના સાગરીતો સાથે મધ્ય ગુજરાતમાં રાત્રીના સમયે રેતી-કપચીના ફેરા મારતા હોય અને એક-બે વ્યક્તિ કામ કરતા હોય તેવુ ટ્રેકટર રોકી વ્યક્તિને મારતા અને તેના હાથ પગ બાંધી નદી કેનાલમાં ફેંકી દેતા અને ટ્રેકટર તથા ટ્રોલીને નજીવી કિંમતમાં વેચી દેતા હતા.
મધ્ય ગુજરાતમાં અસ્લામ અને તેના સાગરીતો સાથે મળી કરવામાં આવેલ હત્યામાં કોઠબા ગામમાં 2, દહેગામ, શામળાજી, છોટા ઉદેપુરમાં 1-1 એમ કુલ 5 વ્યક્તિઓને અલગ-અલગ જગ્યાએ હાથ-પગ બાંધી કેનાલમાં ફેંકીને હત્યા કરી હતી. અસ્લામેં તેના સાગરીતો સાથે મળીને કુલ 10 ટ્રેકટર, 12 ટ્રોલી તથા એક મોટર સાયકલની ચોરી-લૂંટ કરી હતી. જ્યારે અન્ય જગ્યાએ ડ્રાઈવરને માર મારી લૂંટ કરી હતી અને આર્મ્સના ગુનામાં પણ સંડોવાયેલા છે.
આરોપી અસ્લામ સુખી કુટુંબમાંથી આવે છે. બાલાસિનોર દેવચોકડી પર તેના પિતાને પેટ્રોલ પમ્પ પાસે ફાર્માટ્રેક ટ્રેકટરની એજન્સી હતી. અસ્લામ 30 હજારની રકમની લૂટ માટે ખૂન કરતા પણ અચકાતો નથી. અસ્લામ 12માં ધોરણ સુધીનો અભ્યાસ કરી ચુક્યો છે. અસ્લામને ખરાબ સંગત હોવાથી ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયો હતો.