ગુજરાત

gujarat

ETV Bharat / state

Asiatic lion reappears in Barda wildlife sanctuary : એશિયાટીક સિંહ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયો - Parimal Nathvani

એશિયાટીક સિંહ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયો છે. નર સિંહ કુદરતી રીતે જ બરડા (Barda wildlife sanctuary )પહોંચેલો જોવા મળ્યો છે. આ અદ્ભૂત ઘટનાક્રમ (after 143 years Male lion arrives in Barda )બરડાને ગીરના સિંહોના બીજા ઘર તરીકે સ્થાપિત કરે છે તેવો અભિપ્રાય સાંસદ પરિમલ નથવાણીએ વ્યક્ત કર્યો હતો. તેઓ ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય છે.

Asiatic lion reappears in Barda wildlife sanctuary : એશિયાટીક સિંહ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયો
Asiatic lion reappears in Barda wildlife sanctuary : એશિયાટીક સિંહ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયો

By

Published : Jan 19, 2023, 8:06 PM IST

અમદાવાદ : પોરબંદર જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સને 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો પરિમલ નથવાણીએ માહિતી આપી હતી કે લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29, 2022ના રોજ તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો પોરબંદરમાં સિંહ લાવશે સમૃદ્ધિ, કાયમી વસવાટ અંગે પ્રકૃતિપ્રેમીઓએ કરી રજુઆત

સંભવિત સ્થાન તરીકે ઓળખ નોંધપાત્ર છે કે ‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાલ’ દસ્તાવેજ અનુસાર, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે. જ્યાં 40 વયસ્ક અને સમવયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરિયાકાંઠાના જંગલોમાં રહી શકે.

પ્રોજેક્ટ લાયનને પ્રોત્સાહન મળશે પરિમલ નથવાણીએ જણાવ્યું હતુંકે ”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કિમતી વન્યજીવની સમૃધ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક સમુદાયોની સંયુક્ત દેખરેખ હેઠળ થયેલા સિંહના કુદરતી અને આપમેળે જ થયેલાં સ્થળાંતરને પ્રોજેક્ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે.”

આ પણ વાંચો પોરબંદરમાં બરડા જિન પુલમાં સિંહણે ત્રણ બાળ સિંહને આપ્યો જન્મ

તમામ મદદ માટે તૈયારપરિમલ નથવાણીએ જણાવ્યું હતું. કે “આપણાં સિહોંની ભલાઈ માટે એટલાં જ આતુર અને ચિંતાતુર ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ફોરેસ્ટર અને વન્યજીવ પ્રેમીઓ માટે મોટીવેશન અને પ્રોત્સાહનના સ્ત્રોત છં. બરડા વન્યજીવ અભાયરણ્યને એશિયાટીક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે અમારા તરફથી જે પણ મદદની જરૂરી હોય તે પૂરી પાડવા માટે હું તૈયાર છું.”

બરડા એશિયાટીક સિંહો માટે સાનુકૂળ ઘર ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ કરી છે, જ્યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્થાપિત થશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગીરના ઘણાં વિસ્તારો સાથે ઇકો-ક્લાયમેટીક અને માનવ સમુદાયની સમાનતા બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટીક સિંહો માટે સાનુકૂળ ઘર બનાવે છે.

કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટનાસિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્થળાંતર ઐતિહાસિક ઘટના છે અને બરડા વન્યજીવ અભયારણ્યના સમાન સાનુકૂળ વાતાવરણમાં આ રાજવી પ્રાણીની વધતી જતી સંખ્યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે, જ્યાં છેલ્લે તેમની હાજરી 1879માં નોંધાઈ હતી. એમ સાંસદ અને ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિમલ નથવાણીએ વધુમાં જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details