ગુજરાત

gujarat

ETV Bharat / state

દારૂના હપ્તા સેટ કરવા બાબતે ASI સસ્પેન્ડ, બુટલેગર સાથેનો ઓડિયો ક્લિપ વાયરલ

બોટાદ લઠ્ઠાકાંડમાં(Botad Lathakand Case)બરવાળા પોલીસ સ્ટેશન (Barvada police station)માં ફરજ બજાવતા એક મહિલા એ.એસ.આઈનો ઓડિયો વાયરલ (ASI audio clip viral) થયો છે. જેમાં તેઓ બુટલેગરનો હપ્તો સેટ કરવાની વાતચીત કરી રહ્યા છે.

દારૂના હપ્તા સેટ કરવા બાબતે ASIને સસ્પેન્ડ, બુટલેગર સાથેનો ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ
દારૂના હપ્તા સેટ કરવા બાબતે ASIને સસ્પેન્ડ, બુટલેગર સાથેનો ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ

By

Published : Jul 26, 2022, 3:07 PM IST

Updated : Jul 26, 2022, 5:41 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડ (Hooch Tragedy)માં 28થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, પોલીસ ફરિયાદ પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પરંતુ કેમિકલયુક્ત પ્રવાહી પી લીધું હતું. આ મામલે 40થી વધારે લોકોની સારવાર ચાલી રહી છે. બીજી તરફ બરવાળા પોલીસ સ્ટેશન (Barvada police station)માં ફરજ બજાવતા એક મહિલા એ.એસ.આઈનો ઓડિયો વાયરલ (ASI audio clip viral) થયો છે. જેમાં તેઓ બુટલેગરનો હપ્તો સેટ કરવાની વાતચીત કરી રહ્યા છે. આ ઓડિયો વાયરલ થયા બાદ બોટાદ એસ.પી. કરન રાજ વાઘેલાએ એ.એસ.આઈ. યાસ્મીન જરગેલાને સસ્પેન્ડ કરી દીધા છે.

બુટલેગર સાથેનો ઓડિયો ક્લિપ વાયરલ

લઠ્ઠાકાંડ કેસમાં નવા નવા ખૂલાસા -બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને સમગ્ર રાજ્યને ગજવી (Botad Latthakand Case) મૂક્યું છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. બીજી તરફ લોકોના મૃત્યુ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ કથિત લઠ્ઠાકાંડની તપાસમાં હવે ગુજરાત ATS પણ જોડાઈ છે. જોકે, પોલીસે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની તાત્કાલિક ધરપકડ કરી હતી, પરંતુ હવે આ લઠ્ઠાકાંડ કેસમાં નવો ખૂલાસો થયો છે. તેમ મુજબ દેશી દારૂમાં મિથેનોલના કારણે (Supply of methanol from Ahmedabad) દારૂ ઝેરી બની ગયો હતો અને તે પીવાના કારણે આ લોકોના મોત થયા હતા.

અમદાવાદની કંપનીએ સપ્લાય કર્યું કેમિકલ -ATSના સૂત્રોના મતે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદની એક ખાનગી કંપનીમાંથી કેમિકલ સપ્લાય (Supply of toxic chemicals from Ahmedabad) થયું હતું. આ કેમિકલ બરવાળાના ચોકડી ગામના પિન્ટુ નામના શખ્સે લીધું હોવાનું સામે આવ્યું છે. અહીં બરવાળા ખાતે જ દારૂ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રોજીદ ગામમાં વેચવામાં આવતો હતો. આ ઉપરાંત અમદાવાદના ગ્રામ્યના આકરુ અને ઉછડી ગામમાં પણ આ દારૂનો સપ્લાય થતો હતો. તો બોટાદના અન્ય 2 ગામોમાં દારૂ સપ્લાય થયો હોવા અંગે ATS તપાસ કરી રહી છે.

Last Updated : Jul 26, 2022, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details