અમદાવાદઃ અમદાવાદની LG હોસ્પિટલમાં કોરનાનો પોઝિટિવ કેસ આવતા અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલમાં પણ એ પરિસ્થિતિ ન ઉભી થાય તે માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ વિશેષ તકેદારી લઈને સમગ્ર હોસ્પિટલને વ્હિકલ માઉન્ટેડ મશીનથી સેનીટાઇઝ કરવામાં આવી હતી.
કોરોનાના વધતા સંક્રમણને પગલે જિલ્લા પ્રશાસન સતત કામગીરી કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધે નહીં તે માટે સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં કોરનાનો પોઝિટિવ કેસ આવતા અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલમાં પણ એ પરિસ્થિતિ ન ઉભી થાય તે માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ વિશેષ તકેદારી લઈને સમગ્ર હોસ્પિટલને વિહિકલ માઉન્ટેડ મશીનથી સેનીટાઇઝિંગ કરવામાં આવી હતી.
જિલ્લાના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલમાં કાર્યરત ડોક્ટરો તથા નર્સને પણ રોગનો ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ ખાસ તાકીદ કરી હતી અને તેમની સૂચનાને પગલે તંત્ર દ્વારા વિહિકલ માઉન્ટેડ સેનીટાઇઝેશન મશીન ખરીદવામાં આવ્યું છે.
આ નવું મશીન ફોઞર અને સેનિટેશન એમ બે રીતે કામ કરે છે. આજે અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલને સમગ્ર રીતે અંદરથી અને બહારથી આ મશીન દ્વારા સેનીટાઇઝ કરવામાં આવી હતી.