વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા ઝપાયેલા વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ હાલ હાઈકોર્ટના આદેશ મુજબ સમાજ સેવા કરી રહ્યો છે.હાઈકોર્ટે વિસ્મયને સમાજ સેવા કરવાની શરત સાથે જામીન આપ્યા હતા. વિસ્મય શાહ તરફે હાઈકોર્ટમાં આ મુદ્દે સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્મય દર શનિવાર અને રવિવાર સમાજ સેવા કરી રહ્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને 30મી ઓગસ્ટ સુધીમાં સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો છે.વિસ્મય શાહ હાઈકોર્ટના આદેશ પ્રમાણે દર શનિવાર અને રવિવારે સમાજ સેવા કરી રહ્યો છે.વિસ્મય દર શનિવારે અનાથ આશ્રમમાં જ્યારે રવિવારે વૃદ્ધા આશ્રમમાં સેવા આપી રહ્યો છે.
જામીનની શરત પ્રમાણે વિસ્મય શાહ અનાથ, વૃધ્ધાશ્રમમાં સમાજ સેવા કરી રહ્યો છે
અડાલજઃ વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા ઝપાયેલા વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ હાલ હાઈકોર્ટના આદેશ મુજબ સમાજ સેવા કરી રહ્યો છે. હાઈકોર્ટે વિસ્મયને સમાજ સેવા કરવાની શરત સાથે જામીન આપ્યા હતા.
sport photo
હાઈકોર્ટની શરત પ્રમાણે 6 મહિના પછી કેસની ટ્રાયલ પુરી ન થાય ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસ આરોપી વિસ્મય શાહને આ પ્રકારની સેવા કરવાનું રહેશે. ગત 25મી ડિસેમ્બરના રોજ અડાલજના ફાર્મ હાઉસમાં વિસ્મય શાહ અને તેની પત્ની પૂજા શાહ સહિત કુલ 6 લોકો દારૂની મેહફિલ માણતા ઝડપાયા હતા, જેમાં બે મહિલા સહિત વી.એસ હોસ્પિટલની મહિલા તબીબ પણ સામેલ હોવાની વિગતો સામે આવી છે.