ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષોથી પડતર પડેલા કેસોને ઝડપથી નિકાલની કાર્યવાહી કરો, HCનું નીચલી કોર્ટને અલ્ટિમેટમ - ગુજરાત હાઈકોર્ટ

રાજ્યની નીચલી કોર્ટોને ગુજરાત હાઈકોર્ટે અલ્ટિમેટમ (Gujarat High Court angry on Lower Courts) આપ્યું છે. હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વર્ષોથી પડતર પડેલા કેસોની ઝડપથી નિકાલની કાર્યવાહી કરો. સાથે જ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે (Arvind Kumar Chief Justice Gujarat High Court) કોર્ટના મેજિસ્ટ્રેટ અને જ્યુડિશિયલ ઓફિસર્સ સામે નારાજગી વ્યક્ત કરી ટિપ્પણી કરી હતી.

વર્ષોથી પડતર પડેલા કેસોને ઝડપથી નિકાલની કાર્યવાહી કરો, HCનું નીચલી કોર્ટને અલ્ટિમેટમ
વર્ષોથી પડતર પડેલા કેસોને ઝડપથી નિકાલની કાર્યવાહી કરો, HCનું નીચલી કોર્ટને અલ્ટિમેટમ

By

Published : Dec 20, 2022, 12:11 PM IST

અમદાવાદસમાજમાં રહેતા લોકોને જ્યારે પણ અન્યાય થાય છે. ત્યારે તેઓ ન્યાય મેળવવા માટે થઈને કોર્ટના પગથિયાં ચડતા હોય છે, પરંતુ કોર્ટમાં જ્યારે વર્ષોના વર્ષો વીતવા છતાં પણ કોઈ પણ કેસનો નિકાલ ન આવે ત્યારે લોકોને ન્યાયની પ્રક્રિયા ઉપરથી વિશ્વાસ ઓછો થતો જતો હોય છે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે વર્ષો જૂના કેસને લઈને સુનાવણીમાં થતા વિલંબ સામે રાજ્યભરની તમામ નીચલી કોર્ટના (Gujarat High Court angry on Lower Courts) મેજિસ્ટ્રેટ સામે અલ્ટિમેટમ જારી કર્યું છે.

ચીફ જસ્ટિસની નારાજગી ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે (Arvind Kumar Chief Justice Gujarat High Court) સમગ્ર રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા કોર્ટના મેજિસ્ટ્રેટ અને જ્યૂડિશિયલ ઓફિસરો સામે નારાજગી (Gujarat High Court angry on Lower Courts) વ્યક્ત કરતા ટિપ્પણી કરી હતી કે, વર્ષો અને દાયકાઓ જૂના કેસમાં ઝડપથી નિકાલ નહીં લાવો તો હાઇકોર્ટ આવા જજો સામે આકરા પગલા લેશે.

કોર્ટના હુકમની અવગણના બદલ નોટિસ આ સાથે જ રાજ્યની નીચલી કોર્ટના (Gujarat High Court angry on Lower Courts) 10 જૂદા જૂદા ઓફિસરને હાઇકોર્ટે કોર્ટના હુકમની અવમાનના બદલ નોટિસ જારી કરી તેઓનો ખૂલાસો માગ્યો છે. તો હાઇકોર્ટે આ 10 જ્યૂડિશિયલ ઓફિસરને નોટિસ ઈશ્યૂ કરી તેઓની વિરુદ્ધ હાઇકોર્ટના હુકમના તિરસ્કાર બાદ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ એક્ટ હેઠળની (Contempt of Court Act) કાર્યવાહી કેમ ના હાથ ધરી તે મુદે ખૂલાસો માગ્યો છે.

ચીફ જસ્ટિસની ટકોરઆ સાથે જ ચીફ જસ્ટિસે (Arvind Kumar Chief Justice Gujarat High Court) પણ ટકોર કરી હતી કે, પડતર કેસોના (Disposal of pending court cases ) લીધે ન્યાય પ્રણાલીની છબી ખરડાઈ રહી છે. વકીલો કોઈ પણ વ્યાજબી કારણ વગર મુદત માગે તો જવાબદારી છે કે, તેમાં મુદત ન આપી અને આવા વકીલો સામે આકરા દંડ ફટકારવાને લીધે કેસ ઝડપી ચલાવી શકાય છે.

હુકમનું પાલન ન થતું હોવાનું HCના ધ્યાને આવ્યું મહત્વનું છે કે સુનાવણી દરમિયાન 1977ના વર્ષો જૂના કેસમાં, આણંદ સિવિલ કોર્ટના જ્યુડિશિયલ ઓફિસરને નિયત સમય મર્યાદામાં કેસનો નિકાલ કરવા અંગે જારી કરેલા હુકમનું આજ દિન સુધી પાલન નહીં થતા તે બાબતે હાઇકોર્ટે ધ્યાનમાં (Arvind Kumar Chief Justice Gujarat High Court)આવી હતી.

જજિસ સામે નારાજગી હાઈકોર્ટે 47 વર્ષ જૂના કેસને ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હાઈકોર્ટના (Gujarat High Court)હુકમ બાદ સિવિલ કોર્ટના જજીસની ઢીલાસને લઈને ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને તમામ નીચલી જ્યૂડીશરીમાં (Gujarat High Court angry on Lower Courts) કામ નહીં કરતા આવા જજિસ સામે નારાજગી (Gujarat High Court angry on Lower Courts) વ્યક્ત કરી હતી . રાજ્યની તમામ જિલ્લા અદાલતો ના અનુલક્ષીને કેસોના ઝડપી અને અસરકારક નિકાલ તેમ જ પક્ષકારોના ઝડપીને એની દિશામાં હુકમ જારી કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details