અમદાવાદઃ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે(Kejriwal in Ahmedabad Target to BJP) ફરી એકવખત પોતાનો ગેરેન્ટી કાર્યક્રમ કર્યો છે. જેમાં તેમણે ગુજરાત રાજ્ય (Gujarat government) સરકાર અને ભાજપને ટોણો મારીને ગુજરાતની પ્રજાને ગેરેન્ટી આપી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હું છેલ્લા કેટલા મહિનાથી ગુજરતમાં ફર્યો છું. ઉદ્યોગ પતિ,વકીલ,ખેડૂત, ઓટો રીક્ષા ચાલક મળ્યો છું. ગુજરાતમાં બહુ ભ્રષ્ટાચાર થાય (Bribe Case in Gujarat) છે. બધુ કામ પૈસા આપીને કરવામાં આવે છે. પૈસા આપો તો જ કામ થાય છે. નીચેથી લઈ ઉપર સુધી ભ્રષ્ટચાર થાય છે.
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃજો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતને ભય મુક્ત શાસન આપીશુ. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઆપીશું. અમારા CM, પ્રધાન,MP, કોઈપણ વ્યક્તિને ભ્રષ્ટચાર નહીં કરવા દઈએ. ગુજરાતમાં વારંવાર મુખ્યપ્રધાન બદલાય છે. અમારી સરકારમાં જે કોઈ ભ્રષ્ટાચાર કરશે એને જેલમાં મોકલી દેવામાં આવશે. પ્રજાના પૈસા કોઈ સ્વિસ બેંકમાં નહીં જાય. ગુજરાત સરકારના પૈસા પ્રજાના વિકાસ માટે વપરાશે. સામાન્ય માણસનું કામ દરેક સરકારી કચેરીમાં પૈસા વગર થઈ જશે.