અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મિશન કર્મયોગી અન્વયે નોર્થ ઇસ્ટ સ્ટેટ અરુણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના 24 તાલીમી અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત (Arunachal Pradesh officials visit Gujarat) કરી માર્ગદર્શન મેળવ્યું છે. તેમાં મુખ્યપ્રધાને રાજ્ય સરકારના ગરીબ-અંત્યોદય લક્ષી કાર્યક્રમોની સફળતા વર્ણવી છે. ગુજરાતના એક સપ્તાહના પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમૂલ ડેરી- સરદાર પટેલ મેમોરિયલ કરમસદ, અમદાવાદ-વડોદરા મહાનગરપાલિકાની સિટીઝન સેન્ટ્રિક સર્વીસીસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્કીલ ડેવલપમેન્ટ ઇનીશ્યેટીવ્ઝ વગેરેની કામગીરી નિહાળી વિસ્તૃત જાણકારી તાલીમી અધિકારીઓ મેળવશે. (CM Bhupendra Patel guidance)
આ પણ વાંચોકોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ
24 તાલીમી અધિકારીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસેઆ તાલીમ કાર્યક્રમ દરમિયાન દેશના જુદા જુદા રાજ્યોના અધિકારીઓ અન્ય રાજ્યોના પ્રવાસ દ્વારા પ્રશાસનિક વ્યવસ્થાઓ, જનહિત અને પ્રજાલક્ષી કાર્યક્રમોના અમલીકરણ, પરિણામલક્ષી સફળતાથી પરિચિત થાય તે હેતુસર જેતે રાજ્યોના પ્રવાસ યોજવામાં આવે છે. તદ્દઅનુસાર, નોર્થ ઇસ્ટ રાજ્ય અરુણાચલ પ્રદેશના આ 24 તાલીમી અધિકારીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસે આવેલા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે આ તાલીમી અધિકારીઓએ મુલાકાત કરીને ગુજરાતના વિકાસ, વહીવટીતંત્રની અસરકારક અને પારદર્શી કામગીરી અંગે માર્ગદર્શન મેળ્યું હતું. તેમજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને સોલાર એનર્જીની વ્યાપક ઉપયોગથી લોકોને નિઃશુલ્ક વીજળી મેળવવા સાથે પોતાના ઉપયોગ બાદ વધારાની આવી વીજળી વેચીને આવકનું માધ્યમ પણ આ સૌર ઊર્જા કઇ રીતે બની શકે તેની વિસ્તૃત સમજ આ અધિકારીઓને આપી હતી. (Arunachal Pradesh officials visit CM)